મહિલાઓ વિફરી:વાંકાનેર પોલીસ ધંધે લાગી: પાલિકા કર્મીની ફરિયાદ લીધી તો સ્થાનિક મહિલાઓ વિફરી

વાંકાનેર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેડતી કરી હોવાના આક્ષેપ સાથે કરવામાં આવેલી ફરિયાદ નોંધવા પોલીસ સ્ટેશને મોરચો

વાંકાનેરમાં આશીયાના સોસાયટીમાં ભૂતિયા નળ જોડાણ કાપવા મુદે થયેલી બબાલ પોલીસ માટે સાપે છછૂંદર ગળ્યા જેવી થઇ છે. પાલિકા કર્મીને ધમકી આપનારા બે શખ્સ સામે ગુનો નોંધી હડતાળ સમટાવાઇ તો બીજી તરફ આશિયાના સોસાયટીની મહિલાઓ વીફરી હતી અને પોતે નોંધાવેલી ફરિયાદ લેવા ધમાલ મચાવી હતી.

વાંકાનેર નગરપાલિકાના કર્મચારીને ઓફિસે આવીને ધમકી આપવામાં આવી હતી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી વાણી વિલાસ કરનાર સામે જે તે સમયે વાંકાનેર પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી ન હતી જેથી કરીને વાંકાનેર પાલિકાના કર્મચારીઓ દ્વારા શનિવારે તમામ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની મધ્યસ્થી બાદ વાંકાનેર સિટી પોલીસ દ્વારા ભોગ બનેલા કર્મચારીની ફરિયાદ લેવામાં આવી છે અને બે શખ્સોની સામે ગુનો નોંધવામાં આવ્યો છેબીજી તરફ આશિયાના સોસાયટીની મહિલાઓએ કર્મચારી અશોક રાવલ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા હંગામો મચાવ્યો હતો.

વાંકાનેર શહેરમાં આવેલી આશિયાના સોસાયટીની અંદર થોડા દિવસો પહેલા પાલિકા દ્વારા ભૂતિયા નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા ત્યાર બાદ પાલિકા કર્મચારી સામે સ્થાનિક મહિલાઓ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા જો કે , પોલીસે તેઓની ફરિયાદ લીધી ન હતી આજે પાલિકાના કર્મચારીની ફરિયાદ લઈને સરફરાજ મકવાણા સહિત બે વ્યક્તિની સામે ફરિયાદ નોંધાઈ જેથી કરીને આશિયાના સોસાયટીની મહિલાઓ વીફરી હતી અને સિટી પોલીસ સ્ટેશને પહોચી હતી અને મહિલાઓની સાથે છેડતી કરવામાં આવી હતી તેની ફરિયાદ કેમ નહીં લેવામાં આવે તેવા સવાલ સાથે મહિલાઓએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને હાલમાં મોરચો માંડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...