સરકારનો ઝટકો:વાંકાનેર પાલિકા સુપરસીડ, રેકર્ડ જપ્ત, નેતાઓની ઓફિસ સીલ

વાંકાનેર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોકો જમાવીને બેઠેલા અપક્ષ શાસકોને સરકારનો ઝટકો

વાંકાનેરની નગરપાલિકાની ચૂંટણી બાદ શાસકો કોઈને કોઈ રીતે વિવાદમાં રહ્યા છે. શરૂઆતમાં પ્રમુખપદ માટે સોમાણી ગ્રુપ તથા મોરબી જિલ્લા ભાજપના પદાધિકારીઓ વચ્ચે ખટરાગ પેદા થયો હતો ત્યાર બાદ વિવાદ વકરતો રહ્યો હતો.

નગરપાલિકા સુપરસીડ કરવાની હિલચાલ વચ્ચે રાજકીય ગરમાવો આવ્યો હતો અને રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા નગરપાલિકાના પદાધિકારીઓને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી હતી, જેનો જવાબ આપવામાં નહિ આવતા પાલિકા સુપરસીડ કરવામાં આવી છે અને તમામ રેકોર્ડ જપ્ત કરી લેવાયું છે. તેમજ પદાધિકારીઓની ચેમ્બર સીલ કરી દેવાઇ છે.

સરકારે વાંકાનેર નગરપાલિકા સુપરસીડ જાહેર કરી છે જેથી ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા મોડી રાત્રીના કચેરી પહોંચ્યા હતા જ્યાં રેકર્ડ અને સાહિત્ય કબજે લેવામાં આવ્યું છે તેમજ પ્રમુખ સહિતના પદાધિકારીઓની ચેમ્બર સીલ કરવામાં આવી છે જેને પગલે વાંકાનેર પંથકમાં ફરી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

નવી ચૂંટણી ન થાય ત્યાં સુધી વહીવટદારનું શાસન
પાલિકાના પદાધિકારીઓ દ્વારા શહેરના વિકાસ કામોની કામગીરીમાં અણઆવડત , ફંડ હોવા છતાં વિકાસ કામો નહિ કરવામાં આવતાં તેમજ અનેક ગ્રાંટ વણવપરાયેલી રહી કે પરત ગઇ જેવા વિવિધ મુદ્દે પાલિકાના ચૂંટાયેલા સભ્યો ને સરકાર દ્વારા નોટીસ પાઠવાઇ હતી, પરંતુ નોટીસના યોગ્ય જવાબ ન મળતાં સરકારે પાલિકાને સુપરસીડ કરતાં હવે સરકાર દ્વારા વહીવટદાર ની નિમણુક કરવામાં આવશે જે આગામી પાલીકાની ચૂંટણી સુધી પાલીકાની તમામ કામગીરી સંભાળશે.

અન્ય સમાચારો પણ છે...