તંત્ર નિદ્રાંધિન:વાંકાનેર સર્કિટહાઉસની મરામતની પક્ષની જ રજૂઆત ઘોળીને પી જવાઇ

વાંકાનેર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક મહિના સુધી કોઇ કાર્યવાહી ન થતા કોંગ્રેસ અગ્રણીએ યાદ અપાવ્યું
  • સર્કિટહાઉસને​​​​​​​ 2001ના ભૂકંપમાં નુકસાન બાદ મરામત થઇ જ નથી

વાંકાનેરના તાલુકા મથકે વર્ષો પહેલા બનાવેલું સર્કિટ હાઉસ 2001ના ભૂકંપમાં નુકસાન થતા જર્જરિત હાલતમાં હોય હાલ છેલ્લા કેટલાક વર્ષોથી બંધ હાલતમાં છે જેનું નવિનીકરણ કરવામા આવે તે માટે વાંકાનેર કોંગ્રેસ અગ્રણી ઇરફાન પીરઝાદા દ્વારા રાજ્યના પંચાયત મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સર્કિટ હાઉસ સદંતર બંધ હાલતમાં છે પરીણામે આવા સંજોગોમાં સરકારના અધિકારીઓ તથા પદાધિકારીઓને ખૂબ તક્લીફ પડે છે .

આ સંજોગોમાં જડેશ્વર રોડ પર આવેલ સુવિધાજનક વિશાળ જગ્યામાં આવેલ હાલના સર્કિટ હાઉસ અંગેની ટેકનીકલ ચકાસણી કરી યોગ્ય કાર્યવાહી વહેલી તકે કરવામા આવે તેવી પીરઝાદા દ્વારા માંગણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૦૧ ના ભૂકંપ બાદ જિલ્લા પંચાયતમા કોંગ્રેસ તથા ભાજપ સત્તાસ્થાને છે ત્યારે એક પણ પક્ષના નેતાઓને વાંકાનેરના બંધ હાલતમાં રહેલ સર્કિટ હાઉસના નવિનીકરણ માટે કાળજી લેવાનો વિચાર આવ્યો નથી.

એક મહિના પહેલા સર્કિટ હાઉસના નવનિર્માણ માટે સતા પક્ષના જ વાંકાનેરની રાતી દેવરીની બેઠક પરથી ભાજપના ચૂંટાયેલા જિલ્લા પંચાયત સદસ્ય ઝાહિર અબ્બાસ સેરશિયા દ્વારા રાજ્યના પંચાયત મંત્રી બ્રીજેશભાઈ મેરજા ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવેલ નથી ત્યારે વિરોધ પક્ષની રજૂઆત કેટલી અસરકારક રહેશે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...