તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરોધ:વાંકાનેર પેડક વિસ્તારમાં પહેલા માર્ગ પછી મતદાનના સૂત્રોચ્ચાર

વાંકાનેર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
વાંકાનેર વોર્ડ નં. 6ની મહિલાઓએ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા. - Divya Bhaskar
વાંકાનેર વોર્ડ નં. 6ની મહિલાઓએ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા.
 • રોડ, ભૂગર્ભ ગટર સહિતની સગવડતા આપો નહીં તો મતદાન બહિષ્કારની મહિલાઓની ચીમકી

વાંકાનેર પેડક વિસ્તાર વોર્ડ નંબર છમાં મહિલાઓ વિફરી પહેલા રોડ અને ભૂગર્ભ ગટર સહિતની સગવડતા આપો નહીંતર મતદાનનો બહિષ્કાર કરીશું. શહેરના પેડક વિસ્તારમાં વર્ષોથી અનેક સમસ્યાઓ જેમની તેમ જ છે. આ વિસ્તારમાં મુખ્યત્વે રસ્તાઓ અને ભૂગર્ભ ગટર તેમજ સફાઈને લગતા પ્રશ્નો વણઉકેલ છે. ભૂગર્ભ ગટર અમુક વિસ્તારોમાં છે તો ત્યાં ઉભરાતી હોવાથી ગંદગીના ગજ જામી ગયા છે.

વોર્ડ નંબર છમા આવી અનેક સમસ્યાઓ થી પીડાતી મહિલાઓ આ વિસ્તારમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે એકત્રિત થયા હતા જ્યાં સૂત્રોચ્ચાર કર્યા હતા કે પહેલા રોડ ભૂગર્ભ ગટર વ્યવસ્થા સહિતની કામગીરી કરો પછી જ મતદાન કરશું. અને અંતમાં મહિલાઓએ જણાવ્યું હતું કે દર ચૂંટણીમાં નેતાઓ આવી માત્ર વાયદાઓ જ કરે છે આ ચૂંટણીમાં પહેલા સગવડતા પછી જ મતદાન એવો નિર્ધાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો