આદર્શ લગ્ન:વાંકાનેર ગાયત્રી મંદિર દ્વારા સામાન્ય પરિવારો માટે વિનામૂલ્યે આદર્શ લગ્નપ્રથાનો પ્રારંભ

વાંકાનેર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ સાદાઇથી થશે, સર્ટિફિકેટની નોંધણી કરાવાશે

વાંકાનેર ગાયત્રી મંદિર પરિવાર દ્વારા આદર્શ લગ્ન પ્રથાનો શુભારંભ કરવામાં આવ્યો છે. વાંકાનેર ગાયત્રી પરિવાર તરફથી સામાન્ય કે નબળા વર્ગના લોકો સાદાગીપૂર્ણ લગ્ન કરી શકે તે હેતુથી વિનામૂલ્યે આદર્શ લગ્નપ્રથાની શરૂઆત કરાઇ છે. પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યના આદેશ મુજબ સંપૂર્ણ સાદગીથી આદર્શ લગ્નવિધિ ગાયત્રી શક્તિપીઠમાં આજે સંપન થઇ હતી. સાદગીપૂર્ણ લગ્નકાર્ય સ્વીકાર્ય હોય તેવા પરિવારોએ ગાયત્રી પરિવાર વાંકાનેરનો સંપર્ક કરવા મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ દ્વારા યાદીમાં જણાવાયું છે.

લગન વિધિમાં બંને પક્ષના મળી કુલ ૫૦ લોકોને સવારે ચા-નાસ્તો, બપોરે મીઠાઈ-ફરસાણ સાથે પ્રસાદ રૂપે ભોજન સંસ્થા તરફથી નિશુલ્ક કરાવાશે. આ લગ્ન વિધિ સંપૂર્ણ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ પરિવારજનોની હાજરીમાં વિનામૂલ્યે અને આદર્શ રીતે કરાવવામાં આવશે. લગ્નમાં ફટાકડા, ઢોલ-નગારાં કે ડી.જે. વગાડવા દેવાશે નહિ.

આ આદર્શ લગ્ન વિધિની શરૂઆત આજે વાંકાનેરના વરરાજા ભાવિક પ્રફુલભાઈ સિદ્ધપરા અને કન્યા ડિમ્પલ બેન ગીરીશભાઈ મારૂએ પ્રભુતામાં પગલાં પાડી આદર્શ લગ્ન પ્રથાની પહેલને આવકારી હતી. આ પ્રસંગે ગાયત્રી પરિવારના મોભી અશ્વિનભાઈ રાવલ, બ્રહ્મસમાજ પ્રમુખ રજનીભાઇ રાવલ તથા પાર્થ ધ્વજ યુવક મંડળના સમૂહ લગ્નોત્સવ સમિતિના પ્રમુખ ટપુભા જેઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજના મોંઘવારીના સમયમાં સામાન્ય લોકો લગ્ન પાછળ લખલૂંટ ખર્ચ કરવા સક્ષમ હોતા નથી. તેઓ માટે આ આદર્શ લગ્ન પ્રથા આર્શીવાદરૂપ સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...