કાર્યવાહી:વાંકાનેરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા બે ઝડપાયા

વાંકાનેર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રતિબંધ છતાં દોરી અહીં જ બને , વેચાય છે એ હકીકત

માનવજીવન તેમજ અબોલ પશુ પક્ષીઓ માટે પ્રાણઘાતક એવા ચાઈનીઝ દોરીના વેચાણ ઉપયોગ ઉપર પ્રતિબંધ હોવા છતાં લોકો કમાણી કરવાના બદઈરાદે માનવજીવન તેમજ અબોલ પશુઓની નુકસાનીના ભોગે પણ છાનેખૂણે આવી પ્રાણઘાતક ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોય છે ત્યારે મોરબી એસ. ઓ.જી તેમજ વાંકાનેર શહેર પોલીસ દ્વારા બાતમીને આધારે બે અલગ અલગ દરોડા પાડીને આવા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ઇસમને ચાઈનીઝ દોરી સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

મળતી વિગતો મુજબ રાજ્યભરમાં ચાઈનીઝ દોરી ઉપર કડક પ્રતિબંધ હોવા છતાં વાંકાનેરમાં લાખોની કમાણી કરવાના બદઇરાદે ચાઈનીઝ દોરી વેચાઇ રહી હતી. જેથી પોલીસે કુંભારપરા ગરબી ચોક નજીક દરોડો પાડી આરોપી સંજય ધીરુભાઈ દેગામાને મંડપ સર્વિસનાં ગોડાઉનમાંથી ચાઈનીઝ દોરીની 10 ફિરકી કિંમત રૂપિયા 3,000 કબ્જે કરી હતી.

તેમજ વાંકાનેર ધર્મ ચોક નજીકથી આરોપી અલ્પેશ જસવંતભાઈ જૈન ચાઈનીઝ દોરીની ફિરકી નંગ 1 કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસ હજુ પણ જો શહેરમાં છાને ખૂણે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા તત્વોને પકડી પાડવા વધુ પ્રયાસો હાથ ધરે તો ઉત્તરાયણ આવે અને જાય ત્યાં સુધીમાં અસંખ્ય જીવ બચાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...