કાર્યવાહી:વાંકાનેર બાઉન્ડરી પાસેથી 20 લાખના દારૂ સાથે બેની ધરપકડ

વાંકાનેરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારમાંં દારૂનો જથ્થો રાજસ્થાનથી જૂનાગઢ લઇ જવાતો’તો

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલું વાહન જૂનાગઢ તરફ જતું હોવાની ખાનગી હકીકતના આધારે વાંકાનેર બાઉન્ડ્રી ખાતે મોરબી એલસીબી વોચમાં ગોઠવાઇ ગઇ હતી અને જેવું આ વાહન પસાર થયું ત્યારે તેને રોકીને તલાશી લેતાં તેમાંથી દારૂનો જંગી જથ્થો નીકળી પડતાં પોલીસે દારૂ સાથે બે ઇસમોને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે .

મોરબી એલસીબીએ પકડેલા આરોપીઓ આરોપી માંગીલાલ સરણાઉ તા. સાંચૌર જી. જાલોર રાજસ્થાન, કમલેશ રૂગનાથારામ બીઝ્નોઇ રહે. કેરવી રાજીવનગર તા. સાંચૌર જી. જાલોર (રાજસ્થાન) વાળાની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી, જ્યારે અન્ય એક આરોપી હીરારામ ઉર્ફે દેવીચંદ બીઝ્નોઇ પકડવાનો બાકી હોય તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આરોપીઓ પાસેથી દારૂની બોટલો, મોબાઇલ ફોન, અન્ય મુદામાલ મળી કુલ કિ. રૂ . 25, 83, 080નો મુદામાલ કબજે કર્યો હતો. કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી એમ. આર. ગોઢાણીયા, PSI એન. બી. ડાભી, એન. એચ. ચુડાસમા, એ. ડી. જાડેજા, ASI રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, HC દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ હુંબલ, દશરથસિંહ ચાવડા, સહદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા તથા પો. કોન્સ. વિક્રમભાઇ ફુગસીયા વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...