રાજતિલક સમારોહ:વાંકાનેરમાં આજે 16માં રાજવીની પારંપરિક નગરયાત્રા, તિલકવિધિ

વાંકાનેર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાંકાનેરના 16મા રાજનનો રાજતિલક સમારોહ આગળ ધપ્યો
  • ​​​​​​​હોમાત્મક યજ્ઞ સંપન્ન, આજે શુભમુહૂર્તમાં પદગ્રહણ કરશે

વાંકાનેરના 16મા રાજવી તરીકે કેસરીદેવસિંહજીની રાજતિલક વિધિના ચાલી રહેલા સમારોહના અનુસંધાને આજે શુક્રવારે રાજવીની પારંપરિક નગરયાત્રા નિકળશે અને શુભમુહૂર્તમાં રાજપંડિતો દ્વારા મંત્રોચ્ચાર કરાશે અને શાહી પરંપરા મુજબ સવારે 8થી 9 દરમિયાન રાજતિલક વિધિ કરવામાં આવશે.

વાંકાનેરના જૂના દરબારગઢ ખાતે રાજવી પરિવારની ઉપસ્થિતિમાં સવારથી રાજ્યાભિષેક અને યજ્ઞનું આયોજન કરાયું હતું જયારે આવતીકાલે શુક્રવારે સવારે શુભમુહૂર્તમાં રાજપંડિતો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવનાર છે અને શાહી પરંપરા મુજબ સવારે 8થી 9 દરમિયાન કેશરીદેવસિંહજીની રાજતિલક વિધિ કરવામાં આવશે અને બાદમા વિન્ટેજ કાર,ઘોડા સાથે મહારાજાની નગરયાત્રા યોજાશે. રાજવીની નગરયાત્રાને અનુલક્ષીને લઈને નગરજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજવી પરિવાર દ્વારા શહેરમાં અમરસિંહજી બાપુના સ્ટેચ્યુને રોશનીથી શણગારવામાં આવ્યું છે.

અનેક વર્ષો પછી રાજ પરિવારમાં રાજ્યાભિષેક પ્રસંગ આવ્યો હોવાથી નગરજનોમાં હરખની હેલી વરસી રહી છે. રાજવી પરિવારના રાજ તિલક સમારોહમાંના ચોથા દિવસે નગરયાત્રા નીકળશે જેમાં વાંકાનેર સહિત અનેક સ્થળોએથી સંતો , મહંતો , અગ્રણીઓ ઉપસ્થિત રહી શોભા વધારશે.

અન્ય સમાચારો પણ છે...