આપઘાત:વાંકાનેરમાં ફાંસો ખાઇ લેવાની ત્રણ ઘટના, મહિલા સહિત ત્રણના મોત

વાંકાનેર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંથકમાં યમરાજાનો પડાવ, અપમૃત્યુના ત્રણ બનાવથી અરેરાટી

આજે જેમ જેમ જીવન વધુને વધુ સુવિધાજનક બની રહ્યું છે તેમ તેમ લોકોની જિંદગી પાસેની અપેક્ષાઓ વધતી જાય છે અને ધીરજ ખૂટતી જાય છે જેના લીધે જિંદગી અને અપેક્ષાઓ વચ્ચે કોઇ તાલમેલ ન રહેતાં અથવા તો ધાર્યું કામ પાર ન પડે એટલે સમયની રાહ જોવાને બદલે લોકો મોતનો માર્ગ અપનાવી લે છે. વાંકાનેર પંથકમાં શુક્રવારે જાણે યમરાજાએ પડાવ નાખ્યો હોય તેમ ફાંસો ખાઇ મોત માગી લેવાની ત્રણ ઘટના બની હતી જેમાં એક મહિલા સહિત ત્રણના મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

વાંકાનેરમાં યમરાજાએ ડેરા તંબુ તાણ્યા હોય તેવી સ્થિતિ વચ્ચે અપમૃત્યુના અલગ અલગ 3 બનાવ સામે આવ્યા છે. જેમાં એક મહિલા અને બે યુવાનએ ગળે ફાંસો ખાઈ લેતાં મૃત્યુ નિપજ્યા છે.આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરમાં બનેલી અપમૃત્યુની પ્રથમ ઘટનામાં વાંકાનેર ભાટિયા સોસાયટીમાં રહેતા ઓમસિંહ ઇશ્વરસિંહ રાજપૂત ઉ.20 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. તેના મૃતદેહને નીચે ઉતારી પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. બાદ પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજી ઘટનામાં વાંકાનેર આરોગ્ય નગરમાં રહેતા સંદીપભાઇ જગદીશભાઈ ગોરીયા ઉ.26 નામના યુવાને કોઇ કારણોસર ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ત્રીજા બનાવમાં વાંકાનેરના ખડીપરા નવાપરા વિસ્તારમાં રહેતા ભાવનાબેન હર્ષદભાઈ ધોળકિયા ઉ. 36 નામના મહિલાએ પોતાના ઘેર ફાંસો ખાઈ લેતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી અને જરૂરી કાર્યવાહી આરંભી હતી. આ ત્રણે લોકોએ જીંદગી શા માટે ટૂંકાવી લીધી એ કારણ જાણવા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...