ક્રાઇમ:વાંકાનેરમાં વિધવાને દબાણ કરી બદનામ કરવાની ધમકી

વાંકાનેરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન ન કરે તો પરિણીતાના સંતાનોને મારી નાખવાની ચીમકી

વાંકાનેરમાં રહેતી મહિલાને એક શખ્સે લગ્ન કરવાનું દબાણ કરી તેના દીકરા દીકરીઓને સમાજમાં ખોટી રીતે બદનામ કરવાની તેમજ પુત્રને મારી નાખવાની ધમકી આપ્યાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના દિગ્વીજયનગર, પેડક પાસે રહેતી મહિલાએ દિગ્વિજય નગર માં રહેતા આરોપી જગદીશભાઇ વશરામભાઇ વોરા સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના પતિ બે વર્ષ પહેલા ગુજરી ગયા હોય, આરોપી ફરિયાદીને અવાર-નવાર પોતાની સાથે લગ્ન કરી લેવા દબાણ કરતો હતો, પણ ફરિયાદી આરોપી સાથે લગ્ન કરવા માગતા ન હોય લગ્ન કરવાની ના પાડતા આરોપીએ ફરિયાદી સાથે અવારનવાર ઝગડો તકરાર કરી ફરિયાદીના દિકરા દિકરીઓની સમાજમા ખોટી વાતો ફેલાવી બદનામ કરવાની ધમકીઓ આપી તથા દીકરાને મારી નાખવાની ધમકીઓ આપી હતી. તેમજ ફરિયાદી ઘર બહાર નીકળે ત્યારે ચેનચાળા કરી ફરિયાદીના દિકરા વરૂણનો આગામી ત્રીસ તારીખે જન્મદિવસ આવતો હોય તેને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...