તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કારખાનામાં ઘૂસેલા યુવાનને ટોળાંએ ક્રૂરતાથી ઢોરમાર મારી હત્યા કરી નાખી

વાંકાનેર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાંકાનેર નજીક આવેલા સરતાનપરમાં મજૂરોના ક્વાર્ટરમાં બનેલી ઘટના
  • મહિલાઓ સૂતી હતી ત્યાં જઇને ગોદડું ખેંચતાં શ્રમિકોએ એકઠાં થઇ લમધારી નાખ્યો

વાંકાનેરનાં સરતાનપર નજીક આવેલ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં ઘૂસેલા યુવકને ચોર સમજીને અન્ય શ્રમિકોએ સાથે મળીને ઢીબી નાખતાં તેને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થતાં પાંચ શ્રમિકો સામે હત્યાનો ગુનો દાખલ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરી છે. મોરબી જિલ્લામાં સિરામિક અને સેનેટરી વેર્સના અનેક યુનિટ ધમધમે છે અને તેમાં મોટા ભાગે પરપ્રાંતિયો જ કામ કરતા હોય છે અને કારખાનાના માલિકો તેમને ભાડે ક્વાર્ટર આપે તેની વિગતો પોલીસને જણાવતા હોતા નથી.

આથી અનેકવાર અેવું બને છે કે અમુક ગુનેગારોનો કોઇ રેફરન્સ માલિક કે પોલીસ પાસે હોતો નથી અને ગુનેગારો આસાનીથી છટકી જતા હોય છે. સરતાનપર ગામ નજીક આવેલા સિરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં સંજિત નામનો શખ્સ શનિવારે વહેલી સવારે મહિલાઓ સુતી હતી એ રૂમમાં આવ્યો હતો અને ગોદડું ખેંચવાની ચેષ્ટા કરી હતી આથી અન્ય શ્રમિક જાગી ગયા હતા અને ચોર આવ્યો છે તેમ સમજીને તેને ઢોર માર માર્યો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા સંજિતનું વાંકાનેર હોસ્પિટલે સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

આ બનાવમાં ફરિયાદી રજનીશભાઇ હસમુખભાઇ કોઠીયા (ઉવ.૨૫ ધંધો.વેપાર રે.પીપળીયા, મોરબી) એ આરોપીઓ બબુદીન ઉર્ફે રાજુભાઇ અલીખાન (મુળ રે.ઉત્તર પ્રદેશ) અસલમ જાબુદીન મલીક (મુળ રે.ઉત્તર પ્રદેશ) કપીલકુમાર વીરપલસિંહ (મુળ રે.ઉત્તર પ્રદેશ) રાહુલકુમાર સંજયસિંહ (મુળ રે.ઉત્તર પ્રદેશ) મહેન્દ્રસિંહ ધરનાસિંહ (મુળ રે.અજમેર રાજસ્થાન) સામે હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી છે અને જણાવ્યું છે કે ગત રાત્રીના ૨ થી ૩ વાગ્યાના અરસામાં કારખાનાના લેબર ક્વાર્ટર પાસે એક શ્રમિકની પત્ની બાનુબેન તથા તેમની દિકરી લેલાબેન સુતા હતા

ત્યારે તેમનુ ગોદડુ ખેંચતા તેઓ જાગી જતા દેકારો કરતા અજાણ્યો ઇસમ ચોરી કરવા આવેલ હોવાનું લાગતા બબુદીન ઉર્ફે રાજુભાઇ અલીખાન (મુળ રે.ઉત્તર પ્રદેશ), કપીલકુમાર વીરપલસિંહ (મુળ રે.ઉત્તર પ્રદેશ), રાહુલકુમાર સંજયસિંહ (મુળ રે.ઉત્તર પ્રદેશ), મહેન્દ્રસિંહ ધરનાસિંહ (મુળ રે.અજમેર રાજસ્થાન), અસલમ જાબુદીન મલીક (મુળ રે.ઉત્તર પ્રદેશ)વાળાએ સંજિતને લાકડી વતી માર મારી, માથું પકડી પછાડતાં સંજીત રામરુપ ગુરજ્જરને માથામાં ગંભીર ઇજા થઇ હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે સંજીત અન્ય કારખાનામાં કામ કરતો હતો અને કોઇ હેતુથી અહીં આવ્યો હતો. જો કે તે શા માટે અહીં આવ્યો તે જાણવા મળ્યું નથી. પોલીસે તમામ આરોપીઓ સામે હત્યા સહિતના ગુનો નોંધી કાર્યવાહી આરંભી છે. વધુ તપાસ પીએસઆઇ આર. એ. જાડેજા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...