આપઘાત:વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને ફિનાઇલ ગટગટાવ્યું

વાંકાનેરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાંકાનેરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને ફીનાઇલ પીધું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બે શખ્સોએ ઉંચા વ્યાજ દરે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરી માર મારતા લાગી આવવાથી યુવાને ફીનાઇલ પીધાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. બનાવની જાણ થતાં જ તાબડતોબ યુવકને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.

વોરા વાડમાં રહેતા યુવાન મુસ્તુફાભાઇ શબીરભાઇ નોકડએ ભંગારના ધંધામા પૈસાની જરૂરત હોય જેથી એક આરોપી પાસેથી છ મહિના પહેલા રૂ-૮૦,૦૦૦ વ્યાજે લીધા હતા. બાદમાં પૈસાની ઉંચા વ્યાજ સહિત કુલ રૂ-૧,૫૦,૦૦૦ ની પઠાણી ઉઘરાણી આરોપીઓએ ફરી હતી. ફરિયાદીએ પૈસા આપવાની ના પાડતા આરોપીઓએ ફરિયાદી પાસે પૈસાની ઉઘરાણી કરીને ઢીકા પાટુનો તથા કેન લટકાવવાના લોખંડના સ્ટેન્ડનો મુંઢમાર મારી ઈજા પહોંચાડી હતી. આરોપીએ ઉંચા વ્યાજ દરે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરતા ફરિયાદીએ અંતે કંટાળી જઇ ફીનાઇલ પી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાને પગલે વોરા યુવાને આરોપીઓ અનિલભાઇ બુટાભાઇ લામકા તથા ઘનાભાઇ મોનાભાઇ લામકા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...