તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશ્ચર્ય:વગર વરસાદે 15 દિવસથી ભરાઇ રહેલું પાણી એક જ કલાકમાં થઇ ગયું ગાયબ!

વાંકાનેરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અહેવાલના પગલે વાંકાનેર નેશનલ હાઇવેના સર્વિસ રોડ પરનું તળાવડું અચાનક સુકાયું
  • ગટરના પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ ન આવે તો આંદોલન થશે જ, લોકોની ચીમકી

વાંકાનેર નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાવાની સમસ્યા મુદ્દે દિવ્યભાસ્કરમાં અહેવાલો પ્રસિદ્ધ થયાના કલાકોમાં પાણી ગાયબ થયું પરંતુ કાયમી ઉકેલ માટે પ્રજાજનો મક્કમ આંદોલન માટે તૈયારીઓ જારી રાખી છે. ભાટિયા સોસાયટીમાં જવા આવવાના સર્વિસ રોડ પર સામાન્ય વરસાદમાં પણ ઢીંચણ સુધી પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી જેમની તેમ છે ત્યારે અહેવાલને પગલે સવારે જ ઢીચણ સમા પાણી અદ્રશ્ય થઇ ગયા હતા.

સર્વિસ રોડ પર અને રેલવે નીચેના નાળામાં પાણી ભરાયા હતા. પરંતુ ભાટિયા સોસાયટીના અગ્રણીઓ દ્વારા પ્રાંત અધિકારીને ચક્કાજામ કરવાની ચીમકી આપી હતી. સંબંધિત વિભાગે કઇ રીતે આ કરામત પાર પાડી એ તો પાલિકા જાણે, પરંતુ આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો હજુ પણ પ્રજા ચક્કાજામ કરવા મક્કમ છે. આવેદનપત્રમા જણાવ્યા મુજબ 10 દિવસમાં સમસ્યાનું નિરાકરણ લાવવામા નહીં આવે તો નેશનલ હાઇવે ચક્કાજામ કરાશે.

જો માત્ર ગણતરીની કલાકોમાં જ પાણીનો નિકાલ કરવામાં આવતો હોય તો તેનો સીધો મતલબ એવો થાય કે અધિકારીઓ પ્રજાની સુખાકારી માટે બેદરકારી દાખવી રહ્યા હતા. વર્ષોજૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે હજુ કોઇ પગલાં ભરાયા નથી પરંતુ પ્રજાજનોના આક્રોશ જોઇ તંત્રએ હાલ પુરતો પાણીનો નિકાલ કરી રસ્તે ચાલી શકાય એવી વ્યવસ્થા કરી છે. હવે જોવાનું એ રહ્યું કે કામગીરી માટે અપાયેલા 10 દિવસના અલ્ટીમેટમ મુજબ કામ થાય છે કે પછી પ્રજાજનોએ હાઇવે ચક્કાજામ કરી શક્તિ પ્રદર્શન કરવાની ફરજ પડશે એ આવનારો સમય બતાવશે.

અન્ય સમાચારો પણ છે...