108ની કામગીરી:મહિલાને પીડા ઉપડતાં 108ની ટીમે રસ્તામાં જ કરાવી પ્રસૂતિ

વાંકાનેર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા અને બાળકને વાંકાનેર સિવિલ પહોંચાડ્યા

વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામના વર્ષાબેન ભરતભાઈ ધરજિયા નામના સગર્ભાને સાંજે પ્રસુતિની પીડા ઉપડતા પરિવારના લોકોએ મદદ માટે 108ને ફોન કર્યો હતો. પરિસ્થિતિની જાણ થતા જ વાંકાનેર 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી . ઈ.એમ.ટી. પ્રવીણભાઈ મેર અને પાઇલોટ જાડેજા રાજદીપસિંહ સ્થળ પર પહોંચી દર્દીને તપાસતા માલુમ પડ્યું હતું કે મહિલાને પ્રસુતિની અસહ્ય પીડા ઉપડી છે.

જો કે રવાના થયા બાદ પીડા ઔર વધી હતી અને તબીયત વધુ ખરાબ થવાથી રસ્તામાં જ ERCP ડોક્ટરના માર્ગદર્શન મુજબ નોર્મલ ડિલિવરી કરાવી હતી. માતા અને બાળકને પ્રાથમિક સારવાર આપી અને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા . વાંકાનેર 108ના ઈ.એમ.ટી પ્રવીણભાઈ મેર તથા પાઇલોટ જાડેજા રાજદીપસિહ સહિત સમગ્ર ટીમને મહિલાના પરિવારજનો સહિત અનેક લોકોએ ધન્યવાદ પાઠવ્યા હતાં .

અન્ય સમાચારો પણ છે...