વાંકાનેરના શિક્ષકે સમાજને ચિંધી નવી રાહ:શિક્ષકે પિતાના આયુષ્યના વર્ષો જેટલા 92 વૃક્ષનું કર્યું વાવેતર

વાંકાનેરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રવિવારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી અને સમગ્ર સૃષ્ટિમાં પર્યાવરણને બચાવવા માટે ચિંતન અને મનન થયું. વૃક્ષો વધારેને વધારે વાવવા માટે પહેલ કરાઇ અને કેટલો ગ્રીન બેલ્ટ છે, કેટલો હોવો જોઇએ તેની ચિંતા કરાઇ. વાંકાનેરમાં એક શિક્ષકે અનોખી રાહ ચિંધી અને તેમના પિતાનું જેટલા વર્ષે નિધન થયું એટલા વૃક્ષોનું વાવેતર કરી પિતાની યાદ ચિરંજીવ બનાવી દીધી. નોંધનીય છે કે લોકો માત્ર વિશ્વ પર્યાવરણ દિવસ પૂરતી જ હરિયાળી અને ગ્રીન બેલ્ટ તેમજ વૃક્ષારોપણની ચિંતા કરતા હોય છે. જ્યારે શિક્ષકના આ કદમથી પંથકમાં પર્યાવરણ માટે જાગૃતિ આવી હતી.

વાંકાનેરમાં શિક્ષક તરીકે નોકરી કરતા માણાવદરના વતની ભુપતભાઈ છૈયાએ પિતાના સ્મરણાર્થે વતન માણાવદર તાલુકાનાં ભિંડોરા ગામે તેમના પિતા સ્વ.નારણભાઈ નથુભાઈ છૈયા જેટલા વર્ષો જીવન જીવ્યા તેટલા વૃક્ષો વાવવામાં આવ્યા અને જતન કરવાની નેમ પણ સાથે લીધી છે. તેમના પિતાનું મૃત્યુ થયું ત્યારે તેમની ઉમર 92 વર્ષ હતી એમની શ્રદ્ધાંજલિ સ્વરૂપે પુત્રએ 92 વૃક્ષ વાવવાનો સંકલ્પ કરેલ હતો, જે વિશ્વ પર્યાવરણના દિવસે 101 વૃક્ષો વાવીને પુર્ણ કર્યો છે. વૃક્ષારોપણ કાર્યક્રમમાં સમસ્ત ભીંડોરા ગામ જોડાયું હતું સાથે સામાજિક વનીકરણના ફોરેસ્ટર, શિક્ષકો, આગેવાનો વગેરે જોડાયા હતા સાથે સાથે ગ્રામજનોને રોપા વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...