વાંકાનેર બેઠક કે જ્યાં મુસ્લિમ મતદારોની સંખ્યા વધુ છે ત્યાં છેલ્લા ૧૫ વર્ષથી ચૂંટાતા આવતા કોંગ્રેસના નેતા જાવિદ પીરઝાદાને ૧૯૯૫૫ હજારથી વધુ મતની લીડ મેળવી ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીએ હરાવી દીધા હતા અને મોરબી જિલ્લાની ત્રણે બેઠક કબજે કરવામાં એક બેઠકનું યોગદાન આપ્યું. જો કે જિલ્લા ભાજપની સુચના અનુસાર એક પણ ઉમેદવારે આજે આતશબાજી કે ડીજેના તાલ સાથે વિજયોત્સવ મનાવ્યો ન હતો. પરંતુ સ્થાનિક સ્તરે જીતુ સોમાણીના વિજયથી અનેક સમીકરણો બદલી ગયા છે.
સમગ્ર ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. અંતે ભાજપના સોમાણી નો 19843 મતોથી વિજય થયો હતો અને કોંગ્રેસના દિગજ નેતાને હારનો સામનો કરવો પડ્યો છે. આ ચુંટણીમાં સમગ્ર ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરતા ત્રિપાખીયો જંગ ખેલાયો હતો.
જેમાં આપ ફેક્ટરે મોટેભાગે કોંગ્રેસની વોટબેંકને મોટું નુક્સાન પહોંચાડ્યું હતું. રાજકીય નિષ્ણાતોના મત મુજબ વાંકાનેર બેઠક પર પણ કોંગ્રેસને આપ ફેક્ટર નડી ગયું હતું. છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટાતા પીરઝાદાની હાર થઈ છે, જેના માટે આમ આદમી પાર્ટી મુખ્ય કારણ માની શકાય તેમજ હિન્દુત્વનો મુદ્દો પણ મહત્વનું પરિબળ ઉભરી આવ્યું છે.
હિન્દુત્વનો મુદો લોકોને સ્પર્શે જ અને એ ચાલ્યો - જીતુ સોમાણી
વાંકાનેર પંથકમાં હિન્દુ સમ્રાટની છાપ ધરાવતા અને ભાજપના કદાવર નેતા જીતુભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે લોકોના કામ માટેની તત્પરતા જ મહત્વની બાબત છે . વાંકાનેરની જનતા પર જ્યારે ભૂકંપ , વાવાઝોડું કે પૂર હોનારત જેવી આફતની ઘડી આવી ત્યારે પ્રજાની સેવા કરવા દિવસ રાત જોયા વગર સેવા કરી છે અને ખાસ તો હિંદુવાદી વિચારધારા ધરાવું છું એ જ ભાજપની જીત માટે નિર્ણાયક સાબિત થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.