કામગીરી:વાંકાનેરથી ગુમ થયેલા બાળકને પોલીસે શોધી વાલીને સોંપ્યો

વાંકાનેરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે મોબાઇલ ટાવરની આડમાં છુપાયેલા બાળકને શોધી લીધો

આજરોજ વાંકાનેરમાં 25 વારીયા, રાજકોટ રોડ પર રહેતા સોહાનાબેન મોહસીનખાન પઠાણ એ હાંફળા ફાંફળા થઈ પોલીસ સ્ટેશને આવીને પોલીસને જણાવ્યું હતું કે, પોતાનો 12 વર્ષીય દીકરો સહેજાનખાન ધોરણ-06 અભ્યાસ કરે છે.

જેથી આજે સવારે આઠ વાગ્યે બાળકને તે શાળાએ મુકવા ગયેલ તે પછી પોણા નવેક વાગ્યે શાળામાંથી વિદ્યાર્થીના શિક્ષકે વાલીને ફોન કરેલ કે તમારૂ બાળક ભણવા આવેલ નથી જેથી બાળકના વાલીએ પોલીસને જાણ કરતા પોલીસે આ બાબતને પ્રથમ અગ્રતા આપી ગંભીરતા સાથે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. બી.ડી.જાડેજા તથા ટીમના હીરાભાઈ, હરપાલસિંહ, અજીતભાઈ તથા આસીફભાઈએ તાબડતોડ વાંકાનેર સીટી વિસ્તાર શોધખોળ કરતા 25 વારીયા પાછળના ભાગે મોબાઈલ ટાવરના ઓથમા વંડી પાછળ છુપાઈ બેઠેલ ગુમ થયેલ બાળક મળી આવ્યો હતો.

જેથી બાળકને પોલીસ સ્ટેશન લાવી તેમના વાલીને સોંપતા બાળકના વાલીને ખોળિયામાં જીવ આવ્યો હોય અને વાંકાનેર પોલીસ પ્રશાસનનો આભાર માન્યો હતો.પોલીસની કામગીરીથી બાળકના માતા પિતા સહિત શહેરીજનોએ પોલીસની પ્રશંસા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...