રાતોરાત મેઘમહેરથી ચિત્ર બદલ્યું:વાંકાનેરની જીવાદોરી સમાન મચ્છુ-1 ડેમ ઓવરફ્લો થવામાં 9 ફૂટનું છેટું

વાંકાનેરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મચ્છુ 1 ડેમમાં ભરપુર જથ્થો આવી જતાં પંથકનો પાણી પ્રશ્ન હલ. - Divya Bhaskar
મચ્છુ 1 ડેમમાં ભરપુર જથ્થો આવી જતાં પંથકનો પાણી પ્રશ્ન હલ.
  • બે દિવસ પહેલાં 28 ફૂટ જ પાણી હતું
  • ઉપરવાસના ભારે વરસાદથી વિશાળ જળરાશિ ઠલવાતાં ખેડૂતો ખુશ

વાંકાનેર પંથકમાં પીવા તથા ખેતી માટે નો જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમમાં ગઈકાલે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની જંગી આવક થઇ છે. કુલ ૪૯ ફૂટની સપાટી ધરાવતા ડેમમાં હાલ 40 ફુટ પાણી ભરાઈ જતાં તાલુકાના ખેડૂતો તથા પ્રજાજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.

મચ્છુ 1 ડેમ પર સોમવારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સવારથી જ પાણીની જંગી આવક શરૂ થઇ હતી જેના કારણે મોડી રાત્રે ડેમની સપાટી 40 ફુટે પહોંચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે હજુ બે દિવસ પહેલા માત્ર ૨૮ ફૂટ સુધીની પાણીની સપાટી હતી તે માત્ર ચોવીસ કલાકમાં ઉપરવાસમા પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં એક સમયે ૪૦ હજાર ક્યુસેકથી વધુનો પાણીનો જથ્થો ઠલવાતા ૪૯ ફૂટની સપાટી ધરાવતા મચ્છુ ડેમ ૪૦ ફૂટ સુધી ભરાઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...