કાર્યવાહી:વાંકાનેર પંથકની સગીરાનું અપહરણ કરનાર આરોપી પકડાયો

વાંકાનેર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
  • 6 માસ પૂર્વે અપહરણ કર્યાની ફરિયાદ

વાંકાનેર નજીકથી છ માસ પૂર્વે સગીરાનું અપહરણ કરનાર આરોપીને પોલીસે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ઝડપી પાડયો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર જિલ્લા એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ સગીર વયના બાળકોના થયેલા અપહરણના ગુનાઓ શોધી કાઢવા એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન વાંકાનેર સીટી નજીક આવેલ સિરામિક કારખાનામાંથી સગીરાને ભગાડી અપહરણ કરનાર ઇસમ અને ભોગ બનનાર બંને વાંકાનેર બાઉન્ડ્રી નજીક હોવાની બાતમી મળતા ટીમે તપાસ કરી હતી જેમાં આરોપી દિનેશ ગુલુભાઈ ગુંડિયા (ઉ.વ.30) રહે હાલ એમપી વાળાને ઝડપી લઈને ભોગ બનનારને શોધી કાઢવામાં આવી છે અને આરોપી વાંકાનેર સીટી પોલીસ મથકમાં સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં એલસીબી પીઆઈ એમ આર ગોઢાણીયા, પીએસઆઈ એન બી ડાભી, એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, વી કે કોઠીયા, રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ, જયવંતસિંહ ગોહિલ, દશરથસિંહ ચાવડા, નંદલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા, બકુલભાઈ કાસુન્દ્રા જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...