તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સદનસીબે જાનહાનિ ટળી:વાંકાનેર પાસે મિલમાં લાગેલી આગ 18 કલાકે કાબૂમાં આવી

વાંકાનેરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

વાંકાનેર પાસે આવેલી એક્સએલ પેપરમીલમાં મંગળવારે મોડી સાંજે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું પરંતુ ફાયર ફાઇટરોની 18 કલાકની મહેનત બાદ કાબુમાં આવી હતી. વાંકાનેરના જામસર ચોકડી પાસેની પેપર મિલમાં ૧૮ કલાકે આગ કાબૂમાં આવી આગમાં સેડ સહિત તમામ રો મટીરીયલ બળીને ખાક કાલ સાંજે સાત વાગ્યે આગ લાગી હતી જે જેને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડ દ્વારા સતત ૧૮ કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા મા આવી હતી.

આગ ગોડાઉનમાં લાગી હોવાથી તમામ રો મટીરીયલ બળી ને ખાક થઈ ગયેલ છે સાથે વિકરાળ આજથી મિલનો સેડ પણ બળીને પડી ગયેલ છે. આ બાબતે એક્ષલ પેપર મીલમાં માલિક વિપુલભાઈ કૈલા ના જણાવ્યા મુજબ તારીખ ૧૦ ને મંગળવારે સાંજે સાતેક વાગ્યાના સુમારે આગ લાગી હતી જે બીજા દિવસે ત્રણ વાગ્યા સુધીમાં આગ કાબૂમાં આવી હતી છતાં પણ આગ ફરીથી ના ફેલાય તે માટે મોડી સાંજ સુધી ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી રહ્યા હતા.વધુમાં માલિક વિપુલભાઈ દ્વારા જણાવાયું હતું કે આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો