તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરુણ બનાવ:સિરામિક યુનિટમાં મશીનમાં માથું આવી જતાં મજૂરનું મોત

વાંકાનેર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચમહાલ જિલ્લાથી પેટિયું રળવા વાંકાનેર આવ્યો હતો

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલા સિરામિકના કારખાનામાં મજૂરીકામ કરતી વેળાએ અચાનક કોઈ કારણસર કારખાનાની મશીનરીમાં માથું આવી જવાથી મજૂર યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે.

માટેલ રોડ પર આવેલા એસકોન સિરામીક કારખાનામાં રહી મજૂરી કામ કરતા મુળ પંચમહાલના રામાદ્વર પાનસુ નામના યુવાનનું કારખાનામાં મજૂરી કામ કરતી વેળાએ અચાનક માથું મશીનરીમાં આવી જવાથી યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.

અવાર નવાર સિરામિક ફેકટરીમાં મજૂરોના પડી જવાથી , બેલ્ટમાં આવી જવાથી , શોર્ટ સર્કિટ થી મોત થવાની ઘટનાઓ બને છે તો આ અકસ્માતમાં કારીગરોની અણઆવડત હોય છે કે કારખાનેદારોની બેદરકારી તે બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તો ભવિષ્ય મા બનનારા જીવલેણ અકસ્માત નિવારી શકાય. દરેક ફેકટરીમાં કામદારો માટે ની શેફ્ટી અંગે કોઈ દરકાર રાખવામાં આવતી નથી પરિણામે મજૂરો કે કામદારો અકસ્માતે મોત ને ભેટે છે ખરેખર જે તે વિભાગ મા કામ કરતી વેળાએ જોખમકારક મશીનરી બાબતે મજૂરોને વાકેફ કરવામાં આવે તો સાવચેતી પૂર્વક કામ કરે અને પરિણામે જીવલેણ અકસ્માત સર્જાય નહિ. આ બનાવને પગલે યુવાનના મૃતદેહને વાંકાનેર સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડી પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...