ધરપકડ:વાંકાનેરની થાન ચોકડી નજીકથી બાઇકની ચોરી કરનાર ઝડપાયો

વાંકાનેર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાંકાનેર સિટી પોલીસે ત્રણ બાઇક કબજે કર્યા

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન થાન ચોકડી પાસે શંકાસ્પદ બાઇક સાથે શખ્સ નીકળતા પૂછપરછ કરતા તે કાળુભાઈ ઉર્ફે રાજુ રવજીભાઈ શાપરા હોવાનું ખુલ્યું હતું, બાઈક અંગે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા ઈ ગુજ્કોપમાં સર્ચ કરતા બાઈક માલિક ભુપતભાઈ વનાણી હોવાનું ખુલ્યું હતું, બાઈક વાંકાનેર અમરસિંહજી હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાંથી ચોરી થયાનું ખુલ્યું હતું.

પૂછપરછ કરતા બે દિવસ પૂર્વે માટેલ પાસેથી બાઈક ચોરી કર્યું હતું અને અન્ય બાઈક મોરબીના ટીમ્બાવાળી મેલડી મંદિર પાસેથી ચોરી થયું હતું જે મોરબીના રવિ અગેચણીયાનું હોવાનું ખુલતા ચોરી થયેલા ત્રણ બાઈક કબજે લઈને વધુ તપાસ ચલાવી છે. કામગીરીમાં વાંકાનેર સીટી ઇન્ચાર્જ પીઆઈ જાડેજાની ટીમના જી પી ટાપરીયા, હરપાલસિંહ પરમાર, શક્તિસિંહ જાડેજા, અરવિંદભાઈ મકવાણા, પ્રતિપાલસિંહ વાળાની ટીમ જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...