કાર્યવાહી:વાંકાનેરના ખંભાળામાં PI પર હુમલો કરનારા 12 આરોપી કોર્ટમાં સરન્ડર

વાંકાનેર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 33 પૈકી 24 આરોપી હાજર, ફરાર અન્ય આરોપીને ઝડપી લેવા પોલીસની કાર્યવાહી

વાંકાનેરના ખાંભાળા ગામે પીઆઇ પર થોડા દિવસો પહેલા હુમલો કર્યો હતો જેથી પીઆઇએ મહિલાઓ સહિત 33 સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાંથી અગાઉ આ ગુનામાં 12 આરોપીને પકડ્યા હતા જ્યારે વધુ 12 આરોપીએ સામેથી જ કોર્ટમાં સરન્ડર કરતા પોલીસે તમામીની ધરપકડ કરી હતી. ખંભાળા ગામે પવનચક્કી નાંખવાની હોય તે બાબતે અરજી આવી હતી અને ત્યાં પવનચક્કી નહીં નાંખવા બાબતે સામેના પક્ષ તરફથી વિવાદ ચાલી રહ્યો હોય અરજીની તપાસમાં પીઆઇ બી.જી.સરવૈયા અને તેનો સ્ટાફ ગયો હતો.

ત્યારે સામેના પક્ષ દ્વારા કોઈ કારણસર પી.આઇ પર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો . જેમા પી.આઇ. સરવૈયા ઘાયલ થયા હતા. પી.આઇ. પરના હુમલાને કારણે જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને આરોપીઓને ઝડપી પાડવા દોડધામ શરૂ કરી હતી. પરંતુ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને અમુક દિવસો સુધી કોઈ આરોપી પોલીસને હાથ લાગેલા નહિ. બાદમાં અલગ અલગ પ્રકારે ૧૨ જેટલા આરોપીઓને સમયાંતર પકડ્યા હતા.

અને હાલમાં આ ગુનામાં વધુ ૧૨ આરોપીઓ સીધા કોર્ટના શરણે થઈ જતાં પોલીસને રાહત થઇ હતી અને કોર્ટમા હાજર થયેલા આરોપીમાં જગાભાઇ હમીરભાઇ ગમારા , કાનાભાઇ હમીરભાઇ ગમારા, સમા ઉર્ફે ઉકો તેજાભાઇ ગમારા , ગુણાભાઇ મોનાભાઇ ગમારા, ગુણાભાઇ મોમભાઇ ગમારા , જીતાભાઇ મોમભાઇ ગમારા , ગોપાલભાઇ મોનાભાઇ ગમારા, તેજાભાઇ જીવણભાઇ ગમારા, રણછોડભાઇ મોનાભાઇ ગમારા , રમેશભાઇ મશરૂભાઇ ગમારા , મોનાભાઇ જીવણભાઇ ગમારા અને મોમભાઇ જીવણભાઇ ગમારાનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે પી.આઇ. પર મહિલા સહિત કુલ ૩૩ આરોપીએ હુમલો કર્યો હતો જેમાંથી કુલ ૨૪ આરોપીઓ હાથ લાગ્યા છે જ્યારે અન્ય હજુ પોલીસ પકડથી દૂર છે.

અન્ય સમાચારો પણ છે...