તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વાંકાનેરના નવાપરામાંથી 1.69 લાખના મુદ્દામાલ સાથે દસ જુગારી ઝડપાયા

વાંકાનેર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર પોલીસે ઓચિંતા ત્રાટકીને ખેલીઅોના રંગમાં ભંગ પાડ્યો

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીના આધારે વાંકાનેર સિટી પોલીસ દ્વારા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા દસ શખ્સોને રોકડ રકમ રૂ.‌ 1,40,000 તથા મોબાઈલ નંગ-10 જેની કિંમત રૂ. 29,500 સહિત કુલ રૂ. 1,69,500 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા અને તમામ સામે કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.

વાંકાનેર સિટી પોલીસને બાતમી મળી હતી કે વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલા અને ભાડૂઆત તરીકે રહેતા મહેશભાઈ સામતભાઈ જીંજરીયાના મકાનમાં તીનપતીનો જુગાર રમાડાતો હોય જેથી પોલીસ ટીમ દ્વારા સ્થળ પર દરોડો પાડતાં ત્યાંથી કુલ દસ શખ્સ તીન-પતીનો હારજીતનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.વાંકાનેર શહેર પોલીસ ટીમની આ કામગીરી દરમિયાન આરોપી 1. જીતેષભાઈ ધરજિયા, 2. અજયભાઈ સારલા, 3. મનોજભાઈ રાઠોડ, 4. મુકેશભાઈ ડાભી, 5. હુસેનભાઈ શેખાણી, 6. શૈલેષભાઈ દલસાણીયા, 7. સંજયભાઈ ઉર્ફે રાધે સોલંકી, 8. સુનીલભાઈ સારલા, 9. અશ્વીનભાઈ મકવાણા અને 10. મનોજભાઈ ડાભીને જુગાર રમતા ઝડપી લીધા હતા.

જ્યારે અન્ય આરોપી મહેશભાઈ જીંજરિયા સ્થળ પર હાજર મળી આવેલ ન હોય ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ટીમની આ કામગીરીમાં વાંકાનેર સીટી પી.આઈ. એચ.એન રાઠોડ, એ.એસ.આઈ. હીરાભાઈ તેજાભાઈ મઠીયા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...