વાંકાનેર પાલિકા દ્વારા શહેરમાં છેલ્લા 4 દિવસથી અમુક વિસ્તારમાં પાણી વિતરણ કર્યું ન હતું .જેને પગલે અતિ પછાત વિસ્તાર કે જ્યાં પાણી સંગ્રહ માટેની કોઈ વ્યવસ્થા નથી તેવા લોકોને પાણી માટે મુશ્કેલી થઇ રહી હતી. ત્યારે શહેરના આંબેડકરનગરમાં પાણીના ટેન્કર પહોંચાડવામા આવ્યા હતા. પાણી વિતરણ સમયે સ્થળ પર કોઈ તકલીફ ન પડે તે માટે ભાજપ કાર્યકર્તા મુકેશભાઈ સોલંકી, નરેશભાઈ પરમાર, વિક્રમભાઈ ચાવડા, અરુણભાઈ મહાલિયા, મૂળજીભાઈ ગેડિયા, જાનકીદાસ પરમાર હાજર રહ્યા હતા.
આ અંગે શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવીએ જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ પાટીલ દ્વારા જણાવાયું છે કે રાજ્યના પ્રજાજનો ને જ્યાં પણ તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા ન થઈ શકે ત્યાં સંગઠન લોકોને મદદ કરશે જેને અનુસંધાને સંગઠન દ્વારા પાલિકા વિસ્તારમાં કે જ્યાં જે લોકો પાસે પાણી સંગ્રહની વ્યવસ્થા નથી અને ચાર દિવસથી પાણી વિતરણ કર્યું નથી ત્યાં ટેન્કર વાટે પાણી વિતરણ કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.