પર્વની ખુશીની વહેંચણી:વાંકાનેરના વિદ્યાર્થીઓએ કરી અનુકરણીય પહેલ ઘરેથી ચીજવસ્તુઓ એકઠી કરી 500 લોકોને આપી

વાંકાનેરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોએ પોતે નિયત રકમ કાઢી તેમાંથી મીઠાઇ, ફરસાણ આપ્યા

જેમને ખુશીઓ વહેંચવી જ છે તેને માધ્યમ મળી જ રહે છે. વાંકાનેરના એક વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ગરીબ, પછાત પરિવારની દીવાળી સુધારવાનું નક્કી કરી લીધું અને ઘરેથી ગૃહઉપયોગી ચીજવસ્તુઓ એકઠી કરી 500 પરિવારોને જાતે પહોંચાડી હતી તો આવા કાર્યમાં શિક્ષકો શેના પાછળ રહે ! તેમણે પણ નિયત રકમ આવા પરિવારો માટે પોતાના પગારમાંથી કાઢી અને પગાર-ફરસાણની ખરીદી કરી વંચિતોને પહોંચાડ્યા હતા.

વાંકાનેરના કે. કે. શાહ વિદ્યાલયના વિદ્યાર્થીઓ-શિક્ષકોએ જરૂરિયાતમંદ પરીવારો સાથે ખુશીઓ વહેંચી દિવાળીની ઉજવણી કરી હતી. દિવાળીની મોટાભાગના લોકો યથાશક્તિ પ્રમાણે ઉજવણી કરતા હોય છે, ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો સહિતના લોકોના ઘરોમાં કયારેય દિવાળી આવતી નથી. તેથી આ પરીવારોમાં દિવાળી જેવી ખુશીઓ આવે એવા વિચાર માત્રથી પ્રેરાઇ કે. કે. શાહ વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ દિવાળીની ઉજવણી કંઈક અલગ રીતે કરવાનું નક્કી કર્યું હતું.

દરેક વિદ્યાર્થીએ ઘરેથી કપડા, બૂટ-ચપ્પલ, જૂના વાસણો, રમકડા, સ્ટેશનરી આઇટમો સ્કૂલે ભેગી કરી તેનું સોર્ટિંગ કરી વિદ્યાર્થી-શિક્ષકોની ટીમ બનાવી શહેરના ઝુંપડપટ્ટી વિસ્તારમાં 500થી વધારે પરિવારોને વસ્તુઓ પહોંચાડી ખુશાલીમાં ખુશ થઈ દિવાળીની ઉજવણી કરી હતી, શિક્ષકોએ ફંડ એકઠું કરી મીઠાઇ-ફરસાણ બનાવીને બોક્ષ પેકિંગ કરી પરીવારોને મીઠાઈનું વિતરણ કરી તહેવારની ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...