કાર્યવાહી:વાંકાનેરના સરતાનરોડ પરથી એસઓજીએ બે કિલો ગાંજા સાથે બે પરપ્રાંતીયની ધરપકડ કરી

વાંકાનેર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબી એસઓજીએ બે પરપ્રાંતીય પાસેથી 36,000નો મુદામાલ કબજે લીધો, અન્ય ત્રીજા આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર ગાંજાનું વેચાણ કરનાર બે ઇસમને એસઓજી ટીમે દબોચી લઈને તેમની પાસેથી ૨ કિલો ગાંજાનો જથ્થો, મોબાઈલ અને રોકડ રકમ સહિત ૩૬ હજારથી વધુનો મુદામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી આરંભી છે. મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય સરતાનપર રોડ પર બે ઈસમો મહાવીર ખાણા રાજસ્થાની દાલ બાટી નામની હોટલ પાછળ રહેણાંક દુકાનમાં ગાંજો મંગાવી વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી.

જેથી ટીમે સરતાનપર રોડ પર દરોડો કરતા આરોપી ધર્મેન ઉર્ફે ધરમું નંદકિશોર ઉર્ફે નંદરામ તિવારી તથા સુનીલ નંદકિશોર ઉર્ફે નંદરામ તિવારી ને ઝડપી લઈને બે કિલો ગાંજો, મોબાઈલ નંગ 2 કિંમત રૂ ૧૫૦૦ તેમજ વજન કાંટો મળીને કુલ રૂ ૩૬,૭૦૦નો મુદામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ ગાંજો જયમલસિંહ સુમેરસિંહ રાજપૂત ઉર્ફે મારવાડી પાસેથી લાવ્યાની કબુલાત આપતા બે આરોપીને ઝડપી લઈને તેમજ ત્રીજા આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કામગીરીમાં એસઓજી પીઆઈ આલ, પીએસઆઈ પનારા, રસિકભાઈ કડીવાર, સબળસિંહ સોલંકી મહાવીરસિંહ પરમાર, મુકેશભાઈ જોગરાજીયા, સતીષભાઈ ગરચર, ભાવેશભાઈ મિયાત્રા, પ્રિયંકાબેન પૈજા, સંદીપભાઈ માવલા તેમજ વાંકાનેર તાલુકા પોલીસના વિઠલભાઈ સારદીયા, મયુરધ્વજસિંહ જાડેજા અને હરીશચંદ્રસિંહ ઝાલા રોકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...