ક્રાઇમ:વાંકાનેરમાં તસ્કરો બેખૌફ બન્યા મહાવીરનગરના ધર્મસ્થાનમાં ચોરી

વાંકાનેરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાંકાનેરમાં તસ્કરો બેખૌફ બન્યા મહાવીરનગરના ધર્મસ્થાનમાં ચોરી

વાંકાનેરમાં ચોર બેખૌફ બન્યા હતા અને એક રાતમાં બે સ્થળોએ ચોરીને અંજામ આપી અંધારામાં પલાયન થઇ ગયા હતા. બ્રહ્મસમાજ સોસાયટીના બે મોટર સાઈકલ તથા મહાવીરનગર માં ધર્મસ્થાનમાં ચોરીને અંજામ આપ્યો તેમજ ચોરને પડકારનાર યુવાન પર પથ્થરમારો કરી હાથમાં ફ્રેકચર કરી ચોરી કરી ફરાર થઈ ગયા રાજકોટ રોડને ટાર્ગેટ બનાવી બ્રહ્મસમાજ સોસાયટીના બે મોટર સાયકલ ની ચોરી કરી હતી તેમજ અન્ય બે મોટર સાયકલ ને ચોરી જવા માટે હેન્ડલ લોક તોડી નાખ્યાં હતાં. જો કે એક મકાન માલિક રાત્રીના જાગી જતાં બહાર નીકળેલ ત્યારે તેના પર પથ્થરમારો કરતાં હાથમાં ફ્રેકચર થયું હતું. જ્યારે અન્ય ઘટનામાં મહાવીરનગર માં જૈન ના ધર્મસ્થાનમાં પણ ચોરી થયાનું જાણવા મળેલ છે.

મોટર સાઈકલ ચોરી બાબતે બ્રહ્મસમાજ સોસાયટીના રહીશો દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા દોડી ગયા હતા જયાં અરજી જ સ્વીકારી હતી. પોલીસ સતર્કતા તેમજ પેટ્રોલિંગ વધારી શહેરના દરેક વિસ્તારમાં રાત્રીના સમયે ફરજ બજાવતા જવાનો કડક ફરજ બજાવે તેવી લોક માંગ ઉઠી છે. ભૂતકાળમાં નિશાચરો એ મોટી ચોરીને અંજામ આપી પોલીસને જાણે પડકાર ફેક્યો હોય તેમ એક બાદ એક મોટી ચોરીની ઘટના બની હતી જેમાં હજુ સુધી પોલીસને ચોર પકડવામાં સફળતા નથી મળી ત્યારે આજે એક જ રાતમાં બે અલગ અલગ જગ્યાએ ચોરીની ઘટનાથી ચોર ટોળકી ફરી સક્રિય બની હોય તેવી ચર્ચા એ શહેરમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...