ધરપકડ:વાંકાનેરના જીનપરા ગામે જુગાર રમતા છ પકડાયા

વાંકાનેર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિટી પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો
  • પોલીસે​​​​​​​ 10180ની રોકડ કબજે લઇ કાર્યવાહી કરી

વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં આવેલા સાત નાલા નજીક જાહેરમાં જુગાર રમતા છ જુગારીઓને સીટી પોલીસે ઝડપી પડ્યા હતા અને તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમા સાત નાલા નીચે અવાડા નજીક જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી વાંકાનેર સીટી પોલિસને મળતા તે જગ્યા પર જઈ દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા વિપુલભાઇ રમેશભાઇ ચૌહાણ, વિશાલભાઇ વિનોદભાઇ અઘારા, નિતિનભાઇ ધનજીભાઇ રૂદાતલા, શાહરૂખભાઇ ઇકબાલભાઇ બોઘડીયા, રફીકભાઇ જુમાભાઇ કુરેશી અને જનકભાઇ પરષોતમભાઇ બાવળીયાને રૂ.10,180 રોકડ રકમ સાથે ઝડપી લઈ તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ધોરણેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...