તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:વાંકાનેર પાંજરાપોળમાં શોર્ટ સર્કિટથી આગ, ઘાસ ખાખ

વાંકાનેર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાંકાનેર ખાતે આવેલી પાંજરાપોળમાં રાખવામાં આવેલા સૂકા ઘાસના ગોદામમાં શુક્રવારે સાંજે અચાનક આગ લાગતાં ઘાસ બળીને ખાખ થઇ ગયું હતું. જો કે કોઇ પશુની હાનિ ન થતાં સંચાલકોને હાશકારો થયો હતો.

શહેરના દિવાંપરા ખાતે આવેલી પાંજરાપોળ અને ગૌશાળામાં સૂકા ઘાસચારાના ગોદામમાં અચાનક ઇલેક્ટ્રીક શોટ સર્કીટના કારણે આગ લાગી હતી, જેને ઓલવવા પાંજરાપોળ સહિતના સ્થાનિકોએ આગને કાબૂમાં લેવા પ્રયત્નો કર્યા હતા.અચાનક આગ લાગવાથી થોડા સમયમાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યારે સ્થાનિક કર્મચારીઓ અને સેવાભાવી નાગરિકો દ્વારા પ્રાથમિક તબક્કે આગ ઓલવવા કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, અને ત્યાર બાદ નગરપાલિકાને જાણ કરતા તાત્કાલિક ફાયર ફાઈટર ઘટના સ્થળે આવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ પશુધનને કંઈ નુકશાન થયું નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો