તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:માટેલ ખોડિયાર મંદિરે બીજની ઉજવણી સાદગીપૂર્ણ કરાશે, રાત્રીના કાર્યક્રમ મહામારીને પગલે રદ

વાંકાનેર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવિકો માટે પુનઃ મહાપ્રસાદ શરૂ થયો

વાંકાનેર તાલુકાના જગ વિખ્યાત અને સૌરાષ્ટ્રનું પ્રસિદ્ધ તીર્થ સ્થળ આઇ ખોડિયાર માતાજી મંદિર માટેલપરા ખાતે પ્રતિ વર્ષે અષાઢી બીજ નિમિતે અનેક વિધ ધાર્મિક કાર્યક્રમ યોજાય છે. અષાઢીબીજની પૂર્વ સંધ્યાએ આગલા દિવસે રાત્રે ભવ્ય ડાકલાનો પોગ્રામ યોજવામાં આવતો હોય છે, જે આ વરસે કોરોનાની મહામારી અને સરકારની ગાઈડ લાઈન અનુસાર રાત્રીના ડાકલાનો કે કોઈપણ કાર્યક્રમ રાખેલ નથી. સવારના માતાજીનું વિશેષ પૂજન તેમજ બાવન ગજની ધજારોહણ વિધિ કરવામાં આવશે તેમજ માતાજીના નિજ મંદિરને પુષ્પોહારોથી સજાવટ કરવામાં આવશે સાથે માતાજીનો યજ્ઞ થશે .

અષાઢીબીજના માટેલધરા ખાતે સમગ્ર સૌરાષ્ટ્ર , ગુજરાત , મહારાષ્ટ્ર સહિત દૂર દૂરથી માતાજીના ભાવિક ભકતજનો માતાજીના દર્શનાર્થે આવે છે. અષાઢીબીજનું અનેરું મહત્વ છે. વિશેષમાં કોરોનાના કારણે મંદિરમાં પ્રસાદીની વ્યવસ્થા બંધ કરવામાં આવી હતી તે પૂનમથી ફરી ભાવિક ભકતજનો માટે મંદિર દ્વારા ચાલુ કરવામાં આવી છે . ભકતોને સોશ્યલ ડિસ્ટન્સ રાખીને દર્શન કરવા માટેલધરાના મહંત રણછોડદાસબાપૂ દુધરેજીયાની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...