બદલાવ:એસ. ટી. નિગમના સંગઠનોના આંદોલનના કાર્યક્રમમાં ફેરફાર

વાંકાનેરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યની રાજકીય પરિસ્થિતિ, અતિભારે વરસાદને ધ્યાને લઈ ગુજરાત એસ. ટી. નિગમના માન્ય સંગઠનો દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્ને આંદોલનના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે.

એસ. ટી. નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ ન આવવાની સ્થિતિએ ત્રણેય માન્ય સંગઠનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન યોજવાના કાર્યક્રમ સાથે સંદર્ભપત્રથી નિગમ તેમજ સરકારને પત્ર પાઠવાયો હતો, પરંતુ હાલમાં ગુજરાત રાજયની રાજકિય પરિસ્થિતિ અને ગુજરાત રાજયમાં પડેલ અતિભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થઇ છે અને ભારે તારાજી સર્જાયી હોય આ તમામ બાબતોને ધ્યાને લઈ માન્ય સંગઠનો દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમમાં નીચે મુજબ ફેરફાર કરેલ છે.

જે બાબતે સરકારી તંત્રને જાણ કરી છે જેમાં કાર્યક્રમની નવી રૂપરેખા મુજબ તા.૨૪-૦૯-૨૦૨૧ સુધી કર્મચારીઓ કાળીપટ્ટી ધારણ કરી પોતાની ફરજો બજાવશે, તા.૨૭-૦૯ – ર ૦૧૧ અને તા . O૧-૧૦-૨૦૨૧ સુધી નિગમના તમામ કર્મચારીઓ રીશેષ સમય દરમ્યાન જોડાઈને સુત્રોચ્ચાર કરશે. 4-10-21 થી તા.7-10-21 સુધી નિગમના કર્મચારીઓ રીશેષ દરમ્યાન જોડાઈને ઘંટનાદ કરશે. તા. 7-10-21ની મધ્યરાત્રી 00-00 કલાકથી તા. 8-10-21ના રોજ તમામ કર્મચારીઓ સ્વયંભૂ રીતે માસ સી. એલ. ઉપર જશે આમ છતાં કર્મચારીઓના પ્રશ્નોનો નિકાલ ન આવવાની કર્મચારીઓ અચોક્કસ મુદ્દત સુધી માસ સી.એલ. ઉપર રહેશે તેમ માન્ય ત્રણેય સંગઠનો ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન(મજૂર મહાજન) ગુજરાત રાજ્ય એસ. ટી. કર્મચારી મહામંડળ(ઈન્ટુક) ગુજરાત એસ. ટી. મઝદૂર મહાસંઘ (B.M.S.) વાંકાનેર એસ. ટી. ના જયુભા ડી. જાડેજા પ્રમુખ કર્મચારી મંડળ સંકલન સમિતિ વતી રાજકોટ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...