તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રમાણિકતા:વાંકાનેર ડેપોમાં પેસેન્જરનું 17,000 ભરેલું પાકીટ પરત કર્યું

વાંકાનેર7 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાંકાનેર ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા મહિલાએ પેસેન્જરનું 17000 રૂપિયા ભરેલું પાકીટ પરત કરી ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડયું હતું. ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા સંધ્યાબેન ઠાકોરને ફરજ દરમિયાન બસમાંથી એક મુસાફરનું રૂપિયા 17000 ભરેલું પર્સ મળતા તેઓએ ફરજ પરના એ.ટી.આઇ. મહેબુબભાઇને જમા કરાવ્યું હતું અને મૂળ માલિકને બોલાવી ચેક કરાવી પરત આપી દીધું હતું. આમ કંડકટર સંધ્યાબેન ઠાકોરે એસટીની પ્રતિષ્ઠામાં વધારો કરી ઈમાનદારીનું ઉદાહરણ પૂરુ પાડેલ છે.

અન્ય સમાચારો પણ છે...