વાંકાનેર તાલુકાના મહિકા ગામે રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કરી વતન પ્રત્યેનું ઋણ અદા કરવાનો સેવાભાવીઓએ નિર્ધાર કર્યો હતો અને તાજેતરમાં વતનપ્રેમીઓના હસ્તે મંદિરનું ખાતમુહૂર્ત કરાયું હતું. વાંકાનેર તાલુકાના મહીકા ગામે વર્ષો પુરાણા રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવા મહિકા ગામના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ.
મૂળ મહિકા ગામના વતની અને હાલ બહાર અન્ય સ્થળે રહેતા વિવિધ પરિવારો દ્વારા વતનનું ઋણ ચૂકવવા નિર્ધાર કરાયો હતો, જેને અનુસંધાને ગામનું જૂના રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કરી ભવ્ય મંદિરના નિર્માણ માટે ભૂદેવ દ્વારા વિધિવિધાન સાથે પાયાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે ડૉ. રમણીકભાઈ ઉપાધ્યાય , લાલાભાઈ પૂજારા , હઠાભાઈ ભરવાડ , દિનેશભાઈ બાંભણિયા , અમરશીભાઈ ધરજિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મંદિરના જીર્ણોદ્ધાર માટે ડૉ. પ્રશાંત ઉપાધ્યાય , સંજયભાઈ ગલચર , મેરામભાઈ ધરજિયા , રણછોડ કુંવરજી તથા વિનોદ ધરમશી સહિતના ગ્રામજનો જહેમત ઊઠાવી રહ્યા છે. આ મંદિર શક્ય તેટલી ઝડપથી નિર્માણ થાય તે માટે આયોજનબધ્ધ તૈયારીઓ આરંભી દેવાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.