તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વાંકાનેરમાં પોલીસ હુમલાખોરને શોધવા ગઇ ; મળી ગયો 218 બોટલ વિદેશી દારૂ

વાંકાનેર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જવાન પર હુમલો કરનાર બૂટલેગર હજુ પણ પોલીસ પકડથી દૂર

વાંકાનેરમાં બુટલેગરને પકડવા ગયેલી પોલીસને બુટલેગર તો હાથ ન લાગ્યો, પરંતુ 218 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવો ઘાટ ઘડાયો હતો. હુમલાના 72 કલાક બાદ હુમલાખોર પોલીસ પકડથી દૂર છે.

વાંકાનેર શહેર પોલીસ જવાન ઉપર છરી વડે હુમલો કરી નાસી છૂટેલા બે બુટલેગર વઘાસિયામાં છુપાયા હોવાની બાતમીને આધારે આરોપીઓને પકડવા ગઇ હતી, પરંતુ પોલીસ આવતી હોવાની જાણ થતાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને 218 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે વાડા માલિક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સિટી પીએસઆઇ બી. ડી. જાડેજા સહિતના સ્ટાફની ફરજમાં રુકાવટ કરી છરી વડે હુમલો કરનાર આરોપી ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભુપી મહેન્દ્રસિંહ ઝાલા, પ્રતીકસિંહ ઉર્ફે પીન્ટુ જનકસિંહ ઝાલાને ઝડપી લેવા કવાયત હાથ ધરાઇ હતી, દરમિયાન બાતમી મળી હતી કે બન્ને વઘાસીયાની સીમમાં ભગીરથસિંહ રઘુભા ઝાલાના વંડામાં છુપાયા છે, જે હકીકતના આધારે પોલીસ ત્યાં દોડી ગઇ હતી, બુટલેગર તો હાથ ન લાગ્યા અને દારૂની 218 બોટલ કિંમત રૂ. 81,750 મળી આવી હતી. વાંકાનેર સીટી પોલીસે ભગીરથસિંહ રઘુભા ઝાલા સામે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. 2 ઓગષ્ટના રોજ બે બૂટલેગરે પોલીસ પર હુમલો કરી જવાનને ઘાયલ કરી નાસી છૂટયા હતા તેને 72 કલાક વીતી ગયા છતાં હુમલાખોરને પોલીસ પકડીશકી નથી.

અન્ય સમાચારો પણ છે...