કાર્યવાહી:વાંકાનેરમાં મહિલાઓ રણચંડી બનતા પોલીસે ફરિયાદ લેવી પડી

વાંકાનેર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આશિયાના સોસાયટીની મહિલાઓએ રાત સુધી લડત આપી

વાંકાનેરમાં આવેલ પરંતુ પાલિકામાં સામેલ નથી તે આશિયાના સોસાયટી અંદર થોડા દિવસો પહેલા પાલિકા દ્વારા ભૂતિયા નળ કનેક્શન કાપવા માટે કાર્યવાહી હાથ ધરાઇ હતી, ત્યારબાદ કર્મચારી સામે સ્થાનિક મહિલાઓ દ્વારા ગંભીર આક્ષેપ કરાયા હતા. આ ઘટના પોલીસ મથકે પહોંચી હતી. જો કે પોલીસે તેઓની ફરિયાદ લીધી ન હતી પરંતુ વાંકાનેર પાલિકાના કર્મચારીઓ હડતાળ પર ઊતરી જતાં પોલીસની મુંઝવણમાં વધારો થયો હતો જેને પગલે પાલિકા કર્મચારીની ફરિયાદ નોંધતાં હડતાળ પર બેઠેલા કર્મચારીઓ વચે સમજૂતી થતાં હડતાળ સમેટી લેવામાં આવી હતી અને સરફરાઝ મકવાણા સાથે અન્ય એક વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવવામા આવી હતી, જેને પગલે સામે પક્ષે મહિલાઓ પણ પાલિકા કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન દોડી ગયા હતા.

પહેલા તો પોલીસ મહિલાઓની ફરિયાદ દાખલ ન કરવા મક્કમ રહેલ પરંતુ મહિલાઓ સાથે રાજકીય પીઠબળ આવતા જ યેન કેન પ્રકારે પોલીસે ફરિયાદ દાખલ કરવી પડી હતી. પોલીસે ભોગ બનેલ મહિલાની ફરિયાદ નોંધતા મામલો થાળે પડ્યો હતો.

બનાવની વિગત એવી હતી કે જે તે સમયે ભૂતિયા નળ જોડાણ કાપવા આવેલા કર્મીએ મહિલાઓની છેડતી કરી હોવાનો મહિલાઓનો આક્ષેપ હતો અને જે તે કર્મચારીની ફરિયાદ પોલીસે લીધી તો તે કર્મી સામેની ફરિયાદ શા માટે નથી લેવાતી તેમ કહીને મહિલાઓએ મોરચો માંડ્યો હતો. પોલીસે દ્વારા ગીતાબેન મુકેશભાઇ મકવાણાની ફરિયાદ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...