વાંકાનેરના દીવાનપરામાં આવેલી પાંજરાપોળ છેલ્લા ૧૬૯ વર્ષથી કાર્યરત છે, જેમા આજે ૧૧૨૭ આસપાસ ગૌવંશને નિભાવવાનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે દાતાઓના સહયોગથી ચાલતા આ સેવાયજ્ઞમાં કરોડપતિથી માંડીને લારી ગલ્લા તથા મજૂરીકામ કરતા લોકો યથાશક્તિ દાન આપી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. વાંકાનેર પાંજરાપોળના ૧૬૯મા વર્ષે ગૌ સેવકોના સન્માનનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો જેમાં સંચાલકોએ દાતાઓની દિલેરીને બીરદાવી હતી અને હજુ પણ વધુને વધુ સહાય મળે તે માટે અપીલ કરી હતી.
૨૩૭૯ મણ લીલી જુવારનો પાક પાંજરાપોળને આપી દેનાર વધાસીયાના ધનશ્યામસિંહ ઝાલાએ પોતાના પુત્રના લગ્નપ્રસંગના ચાંદલાની રૂા .૭૩૫૦૦ ૨કમ પણ પાંજરાપોળને અર્પણ કરી દીધી હતી, કડવા પાટીદાર યુવકોએ ફટાકડા વેચાણનો રૂા ૨૫૦૦૦૦ નો નફો આપી દીધો તો વળી જૈન દેરાસરે રૂા ૧,૫૧,૦૦૦ અર્પણ કરી દીધા . પ્રમુખ લલિતભાઇ મહેતાએ જણાવ્યું કે એક ગાયનો નિભાવ ખર્ચ ૧ વર્ષના રૂા .૩૬૦૦૦ હજાર જેટલો થાય છે.
આ પાંજરાપોળની વીડીમાં ૧૫૦ વીઘા જમીનમાં લીલો ધાસચારો , જુવાર , મકાઇ , Co2 ધાસ , ગદબ , રજકો વાવી પશુધનને નીરણ નખાય છે તેમ જ દેશી ખાતર માટે ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ થાય છે. આ પાંજરાપોળને દર વર્ષે વિવિધ સંસ્થાઓ , જૈન દેરાસરો , ગૌ પ્રેમી નાગરિકો રૂા .૧.૫ કરોડ આસપાસ ભંડોળ એકત્ર કરવા મદદ કરે છે તેમ સેક્રેટરી કેતનભાઇ મહેતાએ જણાવ્યું હતું . ચેમ્બરના પ્રમુખ પ્રજ્ઞેશ પટેલે મોરબી - ઢુવાના સિરેમીક માલિકો , ફાયરબ્રીકસ ઉત્પાદકો તથા ગૌવંશ પ્રેમી નાગરિકોના દાનનો પ્રવાહ આવકારી સૌનું શાબ્દિક સન્માન કર્યુ.
અમરશી મઢવીએ પાંજરાપોળની ચડતી - પડતી વર્ણવી . પાંજરાપોળના જીવદયા - પશુરક્ષા , પંખીઓને ચણ , કુતરાઓને રોટલા નિયમિત અપાય છે તેની વિગતો આપી હતી. જૈનસંધના પ્રમુખ પ્રવિણભાઇ દોશી , સેક્રેટરી રાજુભાઇ મહેતા , કડવા પાટીદાર અગ્રણી દીપકભાઇ રૈયાણી , સુરેશભાઇ પટેલ , મણીભાઇ પટેલ , સુરેશભાઇ પ્રજાપતિ , બાપા સીતારામ યુવક મંડળ , તળપદા કોળી યુવક મંડળ , ખોડીયાર ગ્રુપ મીલપ્લોટ , વાસુકી મંડળ નવાપરા , પૂજાપાન ગ્રુપના ૧૧૨ ગૌ સેવકોનો આ સન્માન કાર્યક્રમનું આભાર દર્શન અજય આચાર્યએ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.