તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વાંકાનેરમાં 1.14 લાખના દારૂ સાથે એકની ધરપકડ

વાંકાનેર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે અઢી લાખનો મુદ્દામાલ કબજે લીધો

વાંકાનેર શહેરના શકિતપરા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રૂ.1.14 લાખની કિંમતના ઈંગ્લીશ દારૂની 261 બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. દારૂ-બીયર તથા કાર મળીને કુલ રૂ.2.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેરના હસનપર ગામે આવેલ શક્તિપરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા રવિભાઈ પ્રદીપભાઈ ભટ્ટના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો છે.આ પ્રકારની બાતમી મળતા પોલીસ સ્ટાફ તેના મકાનમાં ત્રાટક્યો હતો અને પોલીસની તપાસમાં રહેણાંક મકાનમાંથી 261 વિદેશી દારૂની બોટલ તથા 6 બીયરના ટીન મળી આવ્યા હતા.પોલીસે રૂ 1.14 લાખની કિંમતનો ઈંગ્લીશ દારૂ-બીયર તેમજ કાર મળીને કુલ રૂ.2,45,865નો મુદામલ સાથે આરોપીને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો