તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મરવા મજબૂર કરાઇ:મારી દીકરીને કરિયાવર મામલે ત્રાસ હતો

વાંકાનેર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાંકાનેરના વઘાસિયા ગામે પરિણીતાએ આપઘાત કરી લીધો’તો
  • પરિણીતાના આપઘાતની ઘટનામાં માતાની પોલીસ ફરિયાદ

‘ મારી દીકરીને તું કરીયાવરમાં કાંઇ લાવી નથી, તારા માવતરે તને કરીયાવરમાં કાંઇ આપ્યું નથી’ તેમ કહી વારંવાર કરીયાવારની માંગણી કરી, મેણા-ટોણા બોલી દુ:ખ ત્રાસ આપવામાં આવતો અને એટલે જ તેણે કંટાળીને અેસિડ પીને મોત માગી લીધું હતું તેવી ફરિયાદ પરિણીતાની માતાઅે સાસરિયા સામે વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

વઘાસિયા ગામે પરિણીતાએ આપઘાત કરી લીધાના બનાવમાં મૃતકના માતાએ પરિણીતાના સાસરિયાઓ સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં સાસરિયાએ કરિયાવર બાબતે ત્રાસ આપતા પરિણીતાએ આપઘાત કર્યાની ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદી મંગરા, તા.મુન્દ્રા, જી.ભુજ-કચ્છ વાળા નંદુબા ભાવસંગજી જાડેજાએ આરોપીઓ યોગીરાજસિંહ સબળસિંહ ઝાલા, ઇન્દ્રાબા સબળસિંહ ઝાલા વધાસીયા વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે, પોતાની 24 વર્ષની દિકરી પ્રિયાબાને તેના દિયર યોગીરાજસિંહ સબળસિંહ ઝાલા તથા સાસુ ઇન્દ્રાબા સબળસિંહ ઝાલાએ ‘તું કરીયાવરમાં કાંઇ લાવી નથી અને તારા મા-બાપે તને કરીયાવરમાં કાંઇ આપ્યું નથી’ તેમ કહી કરીયાવરની માંગણી કરી હતી અને તે બાબતે મેણા-ટોણા બોલી દુ:ખ ત્રાસ આપતા હતા. પ્રિયાબાથી આ દુખ ત્રાસ સહન નહી થતા ગત તા.17ના રોજ એસીડ પી જતા બેભાન હાલતમાં જ તેણીને વધુ સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...