તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાણ ચોરી:વાંકાનેરના મહિકા પાસે ખાણ ખનીજ વિભાગના દરોડા, એક હિટાચી જપ્ત

વાંકાનેર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખનન કરવા અંગે સરકાર કરાર કરે તે પહેલાં જ રેતચોરોએ શરૂ કરી તસ્કરી

વાંકાનેરમાં રેતી ચોરી માટેનું સ્વર્ગ ગણાતી મહિકા ગામની મચ્છુ નદીના પટમાંથી કરાર થાય તે પહેલાં જ રેતી ચોરી કરતા તત્વો પર ખાણખનીજ વિભાગના દરોડા પાડતા ખનીજ ચોરોમાં નાસભાગ મચી ગઇ હતી. જો કે વહીવટી તંત્રના હાથમા માત્ર એક હિટાચી મશીન જ આવ્યું હતું. મચ્છુ નદી રેતી ચોરી માટેનું એપી સેન્ટર બની ગયું છે. વર્ષોથી અહીં રેતી ચોરીનું નેટવર્ક ચાલી રહ્યું છે. ત્યારે હાલ નદીમાં રેતીનાં બ્લોક બનાવી સરકાર દ્વારા વેચાણ માટે એલ.ઓ.આઇ. એટલે કે લેટર ઓફ ઇન્ટેન્ટ કરવામાં આવ્યું હતું. હજુ કરાર કરવાના બાકી છે છતાં રેતી ચોરીના માહિર રીઢા ગુનેગાર દ્વારા રેતી ઉપાડવાનું શરૂ કરતાં મોરબી ખનીજ વિભાગને આ બાબતે જાણ થતાં અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન બિનવારસી એક હિટાચી મશીન ઝડપાયું છે.

વાંકાનેર તાલુકાના મહિકા ગામે મચ્છુ નદીમાં રેતીની લીઝ મંજુર કરવાની પ્રક્રિયા પ્રોસેસમાં હોવા છતાં ખનીજચોરી કરવાના ઉદેશ્યથી ગેરકાયદેસર રેતી કાઢવાનું શરૂ થતા આજે ખાણખનીજ વિભાગે સપાટો બોલાવી હિટાચી સહિતના સાધનો કબ્જે કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. મહત્વની વાત એ છે કે સરકાર દ્વારા અહીં રેતીના બ્લોકનું ઓક્શન કરી લીઝ આપવાની કાર્યવાહી હાથ ધરી છે, જો કે હજુ કોઈપણ આસામીને લીઝ આપવામાં આવી ન હોવા છતાં ગામમાં ઉહાપોહ ન થાય તે માટે ખનીજચોરો દ્વારા અહીં ગેરકાયદેસર રીતે પોતાની લીઝ હોવાના બોર્ડ લગાવી દઈ દિવસ રાત રેતી કાઢવાનું શરૂ કરાતા જાગૃત ગ્રામજનોએ રેતીચોરી થતી હોવા અંગે ફરિયાદો પણ કરવામાં આવી હતી.

ખાણખનીજ વિભાગે દરોડા પાડતા ખનીજચોરોમાં નાસભાગ મચી ગઈ હતી અને તંત્ર દ્વારા અહીંથી રેતીચોરીમાં ઉપયોગમાં લેવાતું રૂપિયા 25 લાખની કિંમતનું હિટાચી મશીન બિનવારસુ કબ્જે કરી કાર્યવાહી કરી હોવાનું અધિકારી અંકુર ભાદરિયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો