ચોરી:વાંકાનેરના ગુલશન પાર્કમાં મકાનને નિશાન બનાવી લાખોની મતાની ચોરી

વાંકાનેર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરધણી ઉપરના માળે સૂતા રહ્યા, તસ્કર નીચેથી હાથફેરો કરી છૂમંતર

વાંકાનેરના ગુલશન પાર્કમાં એક સાથે ત્રણ સ્થળે લાખોની ચોરીને દિલધડક અંજામ આપી ચોરે પોલીસને રીતસર પડકાર ફેંક્યો છે કે રોક શકો તો રોક લો. ચોરે એક મકાન અને એક દુકાનને નિશાન બનાવી રોકડ, સોના ચાંદીના દાગીના ચોરી પોતાની દિવાળી તો હાલની તકે સુધારી લીધી છે. જોવાનું એ રહે છે કે પોલીસ ચોરને પકડીને તહેવાર બગાડી શકે છે કે કેમ? વાંકાનેર શહેર નજીક આવેલી ચંદ્રપુર ગ્રામ પંચાયત હેઠળ આવતી ગુલશન પાર્ક સોસાયટીમાં બે સ્થળે ચોરી થતાં પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

ચોરીના બનાવમાં એક મકાનમાંથી અંદાજે 60,000 રૂપિયા રોકડા તથા સોનાનો હાર , એરિંગ , વિંટી સહિત અંદાજે છ તોલા સોનાના દાગીના તથા ચાંદીના સાંકડા મળી લાખો રૂપિયાની માલમતા ચોરાઇ છે, સાથે એક દુકાનમાંથી રોકડ તથા લેપટોપની ચોરીને અંજામ આપી ચોર પલાયન થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ ગતરાત્રે નેશનલ હાઈવે પર આવેલા ગુલશનપાર્કમાં ચોર ત્રાટક્યા હતા, જેમાં મકબુલભાઈના મકાનને નિશાન બનાવી તાળું તોડી મકાનના નીચેના માળે ઘુસીને આશરે 65,000 રૂપિયા રોકડા તેમજ 6 તોલા સોનાની ચોરી થયાનું મકબુલભાઈએ જણાવ્યું હતુ.

મૂળ તીથવાના વતની મેસાણીયા મકબુલ ઉપરના માળે સૂતા હતા ત્યારે નીચેના માળે તાળું તોડીને ચોર ત્રાટકયા હતા અને કબાટ તોડીને તેમાંથી સોનાની ચેન, એરિંગ લટ સાથે ૧ જોડી, ૨ જોડી કાનની બુટી, કડી ૧ જોડી, સોનાની વીંટી, દાણા નંગ ૩, પેન્ડલ સેટ-1 અને ચાંદીના સાંકળા મળીને આશરે ૬ તોલાની સોનાની વસ્તુઓ સાથે ૬૫ હજાર રોકડાનો હાથફેરો કરી ગયા હતા. ચોરી થયાની જાણ પોલીસને કરતા પી.એસ.આઇ. જાડેજાએ સ્થળ પર પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...