તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મચ્છુ માતાજીની રથયાત્રા:વાંકાનેરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે મચ્છુ માતાજીની રથયાત્રા

વાંકાનેર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં નીકળેલી યાત્રામાં મર્યાદિત લોકો જ જોડાયા

વાંકાનેર શહેરના ગ્રીન ચોક નજીક મચ્છુ નદીના કાંઠે મચ્છુ માતાજીના જૂના સ્થાનકે માલધારી સમાજના રથયાત્રાના આયોજકો દ્વારા પૂજા વિધિ કરી કોરોના અંતર્ગત જાહેર સરકારની ગાઈડ લાઈનને ધ્યાને રાખીને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે મચ્છુ માતાની રથયાત્રા યોજવામાં આવી હતી જેમાં એકદમ મર્યાદિત સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

સાદાઈથી નીકળેલી રથયાત્રા મા માત્ર બે વાહનો જોડાયા હતા. પોલીસે ચુસ્ત બંદોબસ્તના ભાગરૂપે કર્ફયૂનો અમલ થાય તે માટે મોરબી થી ડી.વાય.એસ.પી. સહિતના પોલીસ કાફલા સહિત સ્થાનિક શહેર પોલીસ રથયાત્રાના બંદોબસ્ત સાથે જોડાયા હતા. ગ્રીન ચોકથી શરૂ થયેલી રથયાત્રા મચ્છુ માતાજીની જય બોલાવતા જીનપરા થઈ હાઇવે પર પહોંચી મિલ પ્લોટ સ્થિત મચ્છુ માતાજીના મંદિરે પહોંચી હતી.

વાંકાનેર પોલીસે સવારથી જ રથયાત્રા રૂટના તમામ રોડ રસ્તાઓ બંધ કરતાં આજ અષાઢી બીજને દિવસે બહાર ગામથી માટેલ , જડેશ્વર , કેરાળા સહિતના વાંકાનેર આસપાસના ધાર્મિક સ્થળોએ દર્શન માટે આવેલા દર્શનાર્થીઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...