કાર્યવાહી:વાંકાનેર તાલુકાના ઓળ ગામની સીમમાંથી 90 હજારનો દારૂ કબજે

વાંકાનેર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓરડીમાં મોરબી એલસીબી ત્રાટકી, અારોપી ફરાર

વાંકાનેર તાલુકાના ઓળ ગામની સીમમાં ખરાબાની જમીનમાં બનાવી દેવામાં આવેલી એક ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખી એક શખ્સ વેપાર કરતો હોવાની ચોક્કસ બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે સ્થળ પર દરોડો પાડી 240 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી, જો કે આરોપી ફરાર થઇ ગયો હતો અને તેને ઝડપી લેવા પોલીસે કવાયત આરંભી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી પી. આઈ. એમ. આર. ગોઢાણીયાની સુચનાથી પી.એસ.આઈ. એન. બી. ડાભી અને એન. એચ. ચુડાસમા સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી કે વાંકાનેર તાલુકાના ઓળ ગામની સીમમાં ખરાબામાં આવેલી એક ઓરડીમાં આરોપી ચેતન કોળી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો રાખી વેપાર કરે છે.

જેથી મોરબી એલસીબી પોલીસે ઓળ ગામની સગો તરીકે ઓળખાતી સીમમાં આવેલ ચેતન અવચરભાઈ વિંજુવાડીયા કોળીના કબ્જાની ઓરડીમાં દરોડો પાડી વિદેશી દારૂની 240 નંગ બોટલ કિંમત રૂ.90,000ની કિંમતનો દારૂ ઝડપી પાડી આરોપી ચેતન કોળી સ્થળ પર હાજર ન મળી આવતા તેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...