પાણીએ દઝાડ્યા:લીંબાળાના સરપંચે વાંકાનેર પાલિકાની પાણીની પાઇપલાઇનમાંથી લઇ લીધું ડાયરેક્ટ જોડાણ

વાંકાનેર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય લાઇનમાંથી જ પાણી ખેંચી ગ્રામજનોને વિતરીત કરાતું, સરપંચ સામે ફરિયાદ

વાંકાનેરના શહેરીજનો માટે પીવાનું પાણી પૂરું પાડવા માટે વાંકાનેર નજીક આવેલી મચ્છુ ૧ ડેમથી વાંકાનેર સુધી પાલિકાની પાણીની લાઈન પાથરવામાં આવેલ છે તે લાઈનમાંથી ગેરકાયદેસર કનેક્શન લઈને લિંબાળા ગામના લોકોને પાણી આપવામાં આવતું હતું પરિણામે શહેરમાં પાણીની સમસ્યાઓ સર્જાતા મહાભારત સર્જાયું હતું જેને પગલે પાલિકા દ્વારા ગેરકાયદે કનેક્શન કટ કરવાની કામગીરી કરવામાં આવી હતી તે સમયે આ ગેરકાયદેસર કનેક્શન ધ્યાન પર અાવ્યું હતું અને કટ કરવામાં આવ્યું હતું.

હાલમાં વાંકાનેરપાલિકા કર્મચારી દ્વારા ગેરકાયદેસર કનેક્શન લેનારા લિંબાળાના સરપંચની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગત પ્રમાણે લિંબાળા ગામના સરપંચ ઉસ્માનભાઈ ફતેહમામદ કડીવારની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે ફરિયાદમાં જણાવાયું છે કે વાંકાનેર પાલિકા દ્વારા વાંકાનેરના લોકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે ૪૦૦ એમ.એસ.ની પાણીની પાઈપલાઈન પાથરવામાં આવેલી છે જેમાં અનઅધિકૃત રીતે પાઇપ લાઇન ફીટ કરીને ત્રણ હોર્સ પાવરની મોટર ફીટ કરીને છેલ્લા ઘણા સમયથી આ રીતે પાણી ખેંચવામાં આવતું હતું અને પાણીનો બગાડ કરવામાં આવતો હતો.

જેથી કરીને હાલમાં પાલિકાના કર્મચારીની ફરિયાદ લઈને વાંકાનેર સિટી પોલીસ દ્વારા આઈ.પી.સી. કલમ ૪૩૦ મુજબ ગુનો નોંધીને લિંબાળા ગામના સરપંચની સામે હાલમાં ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી છે.પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું કે નગર પાલિકા પાણી ચોરી અટકાવવા માટે કટિબધ્ધ છે. અને તમામ ગેરકાયદે કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...