ચોમાસાની સિઝન પહેલાં દર વર્ષે પી.જી.વી.સી.એલ. દ્વારા પ્રિ મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવે છે, પરંતુ હકીકતે આ કામગીરી કરવામાં આવે છે કે પછી માત્ર કાગળ ઉપર જ બતાવવામાં આવે છે તેવા સવાલ પણ ઉભા થયા વિના ન રહે. કેમકે દર ચોમાસે તંત્રની કામગીરીની પોલ ખુલે તેવા અનેક કિસ્સા આપણી સામે આવે જ છે.
ત્યારે શનિવારે સાંજના સમયે વાંકાનેર શહેરમાં માત્ર એક વરસાદી ઝાપટાં સાથે જ એકાએક વીજળી ગુલ થઇ ગઇ હતી જે મોડી સાંજ સુધી ફરી કાર્યરત કરવામાં વીજતંત્રના કર્મચારીઓ નિષ્ફળ નીવડ્યા હતા. જેથી તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સુન કામગીરી પર સવાલો ઉભા થયા છે.
શહેરમાં પી.જી.વી.સી. એલ.ના ધાંધિયા હોવા એ તો જૂની વાત છે, પરંતુ દર વર્ષે પ્રિ મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવે જેમાં વીજ લાઇનને અડચણ રૂપ અવરોધો દૂર કરવામાં આવે છેજ ત્યારે વાંકાનેરમાં પી.જી.વી.સી.એલ. કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી છે, તો પ્રથમ ગાક્ષે મક્ષિકા જેવી હાલત થઈ છે.
શહેરમાં માત્ર પાંચ વરસાદી છાંટા પડતાં જ વીજ લાઈનમાં ફોલ્ટ આવતા વીજ પ્રવાહ બંધ થઈ ગયો હતો , જે કલાકો સુધી બંધ રહ્યા બાદ, લોકો ગરમી અને બફારામાં અકળાયા બાદ ફરી ચાલુ થયો હતો, પરિણામે શહેરીજનો અસહ્ય બફારાને લીધે ત્રાસી ગયા હતા અને પી.જી વી.સી.એલ. ની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા અને રોષ જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.