તપાસ:વાંકાનેરમાં નાણાંની લેતીદેતી મુદ્દે શ્રમિકની કરપીણ હત્યા

વાંકાનેર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બે શખ્સે પૈસા લઇ જવા બોલાવી પતાવી દીધો

મોરબીના માટેલ નજીક સિરામીક ફેકટરીમાં કામ કરતો શ્રમિક અન્ય શ્રમિક પાસે પૈસા માંગતો હોય બે શખ્સએ ફોન કરી પૈસા લઈ જવા બોલાવી બાદમાં મોતને ઘાટ ઉતારી દેતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં હત્યા મામલે બન્ને વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. શહેર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માટેલ નજીક સિરામિક કારખાનામાં કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાના નથુપુરા ગામના મદનપાલ કુંજબીહારી નામના 22 વર્ષના યુવકની લાશ મળી આવી હતી. મૃતકના મોટાભાઈ પુષ્પેન્દ્રકુમાર કુંજબીહારી પાલે જે તે સમયે જ તેમના ભાઈની હત્યા થઈ હોવાની પોલીસ સમક્ષ આશંકા વ્યક્ત કરી હતી.

જે બાદ પોલીસે ફોરેન્સિક તપાસ કરતા મદનની હત્યા થઈ હોવાનું પીએમમાં સામે આવ્યુ હતુ. જે બાદ પુષ્પેન્દ્રકુમાર કુંજબીહારી પાલે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મૃતક મદનપાલ આરોપી રાઘવેન્દ્ર રામકુમાર રાજપુત રે.એનડીજાઇન કારખાનુ, માટેલ રોડ તથા અશ્વિન ઉદાભાઇ પગી રે.લાટો ટાઇલ્સ સરતાનપર વાળા પાસે પૈસા માંગતો હોવાથી આરોપી રાઘવેન્દ્રએ ફોન કરી પૈસા લઈ જવા બોલાવી બાદમાં મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું જણાવતા વાંકાનેર તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...