વાંકાનેર શહેર નજીક આવેલી ખેતીની કરોડોની કિંમતી 30 એકર જેટલી અલગ અલગ નવ સર્વે નંબરની જમીનના મૂળ વાંકાનેરના વતની હાલ મુંબઈ રહેતા વયોવૃદ્ધ માલિક જીવિત હોવા છતાં તંત્રને ઊંધા ચસમાં પહેરાવી ભુમાફિયાઓએ અમદાવાદની બે મહિલાઓને જમીન માલિકની પુત્રી દર્શાવી ખોટા વારસાઈ આંબા બનાવી રાજકોટના શખ્સને વેચી દીધી હતી.
જેમાં કોંભાંડ આચરનાર પાંચ આરોપી પૈકી રાજકોટના સુચીતભાઇ રમેશભાઇ જોષીને પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે આ જમીન કૌભાંડમાં વધુ વિગતો બહાર લાવવા આરોપી સુચીતભાઇ રમેશભાઇ જોષીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તારીખ ૨૪ સુધી એટલે કે ૬ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ બાદ અનેક ખુલાસાઓ થવાની સંભાવના છે.
આ કૌભાંડમાં રાજકોટના સુચીતભાઇ રમેશભાઇ જોષી, અમદાવાદની મોનાબેન રજનીકાન્ત મહેતા વા/ઓ રાજેશભાઇ મહેતા, કુસુમબેન રજનીકાન્ત મહેતા વા/ઓ રમેશકુમાર દતાણી, દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરનાર રાજકોટ ગોંડલ રોડ જકાતનાકા પાસે રહેતા રમેશભાઇ ડાયાભાઇ વડોદરીયા અને માધાપર ચોકડી, રાજકોટ ખાતે રાધાપાર્કમાં રહેતા સાક્ષી જયંતિભાઇ ધીરૂભાઇ સાકરીયા તેમજ અન્ય નામ ખુલે તે તમામ સામે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.