લોકાર્પણ:વાંકાનેર ના પૌરાણિક ભંગે‌શ્વર મંદિરના પ્રવેશદ્વારનું લોકાર્પણ

વાંકાનેર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધર્મના કામમાં સદાય સહયોગ આપવા સોમાણીની ખાતરી

વાંકાનેર નજીક તીથવા (તીર્થવાસ) ગામ નજીક આવેલા અતિ પૌરાણિક મંદિર કે જેની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી અતિ મહત્વ ધરાવતા ભંગે‌શ્વર મહાદેવનું નાનું મંદિર આવેલું હતું. જ્યાં છેલ્લા કેટલાક વર્ષોથી વિકાસ સાથે ભવ્ય શિવાલય આકાર પામ્યું છે.

ટ્રસ્ટી દ્વારા શિવાલયમાં અનેક સુવિદ્યાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં મદિર જવાના મુખ્ય રસ્તે તેમજ જડેશ્વર રોડથી તિથવા જવાના રસ્તે એમ બે પ્રવેશદ્વારનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવનિર્મિત પ્રવેશદ્વારનો લોકાર્પણ કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો જેમા અતિથિ વિશેષ તરીકે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે સોમાણીએ જણાવ્યું હતું કે ધર્મના કામ માટે હું હંમેશા સહયોગી બનીશ જ્યારે અમૃતિયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં ઐતિહાસિક વિકાસકાર્યો કરવાની ભંગે‌શ્વર મહાદેવ અમને શક્તિ આપે, જેથી અમો લોકોના કામો કરી શકીએ.આ સમારોહમાં વાંકાનેર રાજવી કેશરીદેવસિંહ ઝાલા , તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, તેમજ વાંકાનેર મોરબીથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઉપસ્થિત તમામ લોકોને મંદિરના ટ્રસ્ટી હંસરાજભાઈ હીરપરા સહિતના સંચાલકોએ આવકાર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...