મતદાન:વાંકાનેર યાર્ડની ચૂંટણીમાં 15 બેઠક માટે 28 દાવેદાર મેદાનમાં : 11મીએ મતદાન, 12મીએ પરિણામ

વાંકાનેર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારી પેનલની ચાર બેઠક પર કોંગ્રેસના ચાર ઉમેદવાર સામે ભાજપ પક્ષે માત્ર એક જ ફોર્મ ભર્યું

વાંકાનેર માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં 15 બેઠક માટે કુલ 28 દાવેદાર મેદાનમાં આવ્યા છે. ચૂંટણી 11 જાન્યુઆરીના રોજ યોજાશે. તેમજ 12 જાન્યુઆરીએ તેનું પરિણામ જાહેર કરવામાં આવશે. જુદીજુદી પેનલોમાં મુખ્યત્વે ભાજપ તથા કોંગ્રેસ પક્ષ દ્વારા તેના ઉમેદવારો ઊભા કરવામાં આવ્યા છે જેમાં વેપારી પેનલની ચાર બેઠક માટે કોંગ્રેસના ચાર ઉમેદવારો સામે ભાજપના એક માત્ર ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે બાકીના ત્રણ ઉમેદવારી પત્રો ભરાયાં ના હોવાથી વેપારી પેનલમા ચુંટણીમાં મતદાન પહેલા જ ત્રણ બેઠક કોંગ્રેસ માટે નિશ્ચિત થઈ ગઈ છે.

યાર્ડની ચૂંટણીમાં ખેડુત પેનલની ૧૦, વેપારી પેનલની ૪ અને સંઘ પ્રોસેસિંગની ૧ એમ કુલ ૧૫ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે તેના ઉમેદવારી પત્રો ભરી દેવામાં આવ્યા છે જેમાં બંને પક્ષ તરફથી ઉમેદવાર ઊભા રાખવામા આવેલ છે જેમાં કુલ ૨૮ ઉમેદવારી પત્રો ભરાયાં છે.

ચુંટણીમાં ખેડુત પેનલમાં 10 બેઠકો માટે બંને પક્ષ તરફથી 10-10 ઉમેદવાર તેમજ એક અપક્ષ ઉમેદવાર હોવાથી કુલ 21 ફોર્મ ભરવામાં આવ્યા છે અને વેપારી પેનલની વાત કરીએ તો વેપારી પેનલમાં ચાર બેઠકો છે જેમાં ચારેય બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો ઉભા રાખવામા આવેલ છે જો કે ભાજપને ઉમેદવાર મળ્યા નથી કે કોઈ કારણસર ત્રણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મેદાનમાં ઉતર્યા નથી માત્ર એક જ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે આમ વેપારી પેનલના ચાર પૈકીની ત્રણ બેઠકો કોંગ્રેસના ઉમેદવારો માટે નિશ્ચિત થઇ ગઇ હોવાનું હાલમાં જાણવા મળ્યું છે જ્યારે આ ચુંટણીમાં સંઘ પ્રોસેસિંગમાં 25 મતદારો, વેપારી પેનલમાં 203 મતદારો અને ખેડૂતોમાં 667 મતદારો છે જેઓ મતદાન કરીને વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સભ્યોને ચૂંટી કાઢવામાં આવશે.

આગામી ચેરમેન તથા વાઇસ ચેરમેન ની વરણી માટે હાલ ચૂંટાઈને આવતા 15 સભ્યો તથા વધારાના બે સરકારી પ્રતિનિધિઓમા એક જિલ્લા રજીસ્ટાર તથા એક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રતિનિધિ મળી કુલ 18 મતદારો ચેરમેન તથા વાઇસ ચેરમેન માટે મતદાન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...