તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યાનો પ્રયાસ:વાંકાનેરમાં પતિનો ઠપકો આકરો લાગ્યો, પત્નીએ ફિનાઇલ પી લીધું

વાંકાનેર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિએ પિયરથી સાંજે જ આવી જવા માટે કહ્યું હતું
  • 25 દિવસ પહેલાં જ લગ્નગ્રંથિથી બંધાયા હતા, સારવારમાં

લગ્નને હજુ તો એક માસ પણ પુરો ન થયો હોય અને દંપતી વચ્ચેની સમજણ એટલી તકલાદી નિવડે કે નાની એવી બાબતમાં મોટું માઠું લાગી જાય અને એટલું જ નહીં, પરિણીતાએ ફિનાઇલ પી લેવું પડે એ તો કેવું? વાંકાનેરના યુવા દંપતી કે જેમના લગ્નને હજુ તો 25 દિવસ થયા છે તેમના વચ્ચે પિયરથી સાંજે આવી જવા મુદે બબાલ થઇ હતી અને પત્ની સાંજે ન આવતાં પતિએ ઠપકો આપ્યો તો પત્નીને હાડોહાડ લાગી ગયું અને ફિનાઇલ પી લેતાં સારવારમાં ખસેડાઇ હતી.

વાંકાનેર શહેરના આરોગ્યનગરમાં રહેતા નિમેષ કાંજિયાના લગ્ન મોરબીની કાજલ સાથે ૨૫ દિવસ પહેલા જ થયા હતા. લગ્ન બાદ પરણિતા પિયર મોરબી ગઇ હતી અને જેને પતિએ સાંજે પરત આવી જવા કહ્યું હતું પરંતુ કોઈ કારણસર પત્ની વાંકાનેર પરત આવી નહિ જેને લીધે પતિ નીમેશે પત્ની કાજલને સાંજે આવવાનું કહ્યું હતું છતાં કેમ ના આવી આ બાબતે પતિ પત્ની વચ્ચે સામાન્ય માથાકૂટ થઇ હતી. જે બાબતે પરણિતાને માઠું લાગી આવતા ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાના લગ્ન 25 દિવસ પહેલા થયા હતા. સામાન્ય માથાકૂટમા ઘરે ફિનાઇલ પી લેતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ પરિણીતા હાલ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ છે. અને તબિયત સુધારા પર છે. આ ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...